માયાવતી-અખિલેશ ઈચ્છે તે બનશે આગામી પ્રધાનમંત્રી, જાણો કોણે કર્યો દાવો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 May 2019 08:38 PM (IST)
લોકસભા ચૂંટણી 2019નું આજે પાંચમાં તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. સમાજવાદી પાર્ટીના નેતા ધર્મેંદ્ર યાદવે સોમવારે દાવો કર્યો છે કે ઉત્તરપ્રદેશમાં સપા-બસપા-આરએલડી ગઠબંધનને જનતા વ્યાપક સમર્થન આપી રહી છે. માયાવતી અને અખિલેશ યાદવ જેન ઈચ્છે તે આગામી પ્રધાનમંત્રી બનશે.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019નું આજે પાંચમાં તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. સમાજવાદી પાર્ટીના નેતા ધર્મેંદ્ર યાદવે સોમવારે દાવો કર્યો છે કે ઉત્તરપ્રદેશમાં સપા-બસપા-આરએલડી ગઠબંધનને જનતા વ્યાપક સમર્થન આપી રહી છે. માયાવતી અને અખિલેશ યાદવ જેન ઈચ્છે તે આગામી પ્રધાનમંત્રી બનશે. અખિલેશ યાદવના પ્રચારમાં આઝમગઢ પહોંચેલા ધર્મેંદ્ર યાદવે કહ્યું, સપા-બસપા ગઠબંધનની સરકાર બન્યા બાદ જાતી આધારિત જનસંખ્યાના આંકડા સાર્વજનિક કરવામાં આવશે અને સંખ્યાના આધારે અનામત નક્કી કરાશે. તેમણે કહ્યું, પ્રધાનમંત્રીને લઈને શું ફોર્મ્યૂલા નક્કી થશે, તે હું ન કહી શકું કારણ કે આ નિર્ણય અમારા સીનીયર નેતાઓ કરશે. પરંતુ એટલું જરૂર કહેવા માંગીશ કે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અને અમારી ગઠબંધનની નેતા જેને ઈચ્છે તે પ્રધાનમંત્રી બનશે.