કન્નોજઃ યુપીમાં સૌથી મોટા બે રાજકીય દુશ્મનો 24 વર્ષ બાદ એક મંચ પર આવ્યા, હવે બન્ને વચ્ચે સૌહાર્દ અને શાંતિની સંબંધો વિકસી રહ્યાં છે. સપા અને બસપા યુપીમાં એકપછી એક રેલીઓ કરી રહ્યાં છે. બન્ને પક્ષો બીજેપીને હરાવવા માટે એક થયા છે. ત્યારે એક એવી ઘટના કેમેરામાં કેદ થઇ છે જે રાજનીતિની દ્રષ્ટિએ ઐતિહાસિક છે. સપા નેતા અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ માયાવતીના પગે લાગી છે.



ઘટના કન્નોજમાં ઘટી, કનોજમાં એક ચૂંટણી સભા દરમિયાન અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ મંચ પર આવી, ને બસપા સુપ્રીમો માયાવતીના પગે લાગી હતી. માયાવતીએ પણ ડિમ્પલ યાદવને આશિર્વાદ આપ્યા હતા. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ અને વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ દરમિયાન અખિલેશ યાદવ પણ મંચ પર હાજ હતાં.