Election 2024 Live Update: સાબરકાંઠામાં ભાજપમાં ભડકો, ભીખાજીના સમર્થનમાં લોકો રસ્તા પર ઉતર્યા

Lok Sabha Election 2024: ભાજપે ગુજરાતમાં તમામ 26 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારી દીધા છે, પરંતુ કોંગ્રેસે હજુ પણ સાત ઉમેદવારોની યાદી જાહેર કરી નથી.

gujarati.abplive.com Last Updated: 26 Mar 2024 02:02 PM
કેજરીવાલ રાજીનામું આપે તેવી ભાજપની માંગ

કેજરીવાલ વિરુદ્ધ દિલ્હીમાં ભાજપે જોરદાર પ્રદર્શન કર્યું હતું.  બીજી તરફ આપ કાર્યકર્તાઓએ પટેલ ચોક મેટ્રો સ્ટેશન પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. દિલ્હીમાં કેજરીવાલના રાજીનામાની માંગ સાથે ભાજપે પ્રદર્શન કર્યું તો આપે કેજરીવાલની ધરપકડના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. 





















ધવલસિંહ ઝાલા અને અલ્પેશ ઠાકોર મેદાને 

વિરોધ ડામવા અલ્પેશ ઠાકોરને ઉતારાયા મેદાને.


બાયડથી અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને ઉતારાયા મેદાને.


ભીખાજીને ધવલસિંહ અને અલ્પેશ ઠાકોરે સમજાવ્યા.


અરવલ્લી,સાબરકાંઠાના ભાજપના ધારાસભ્યોની બેઠક .


વિરોધ ઠંડો પાડવાનો ગાંધીનગરમાં શરૂ થયો પ્રયાસ.

ભીખાજીના યુ-ટર્ન વચ્ચે પણ સમર્થકોનો વિરોધ 

ભીખાજી ભલે માને, પણ અમે નહીંઃ ભીખાજીના સમર્થકો


અમે લડી લેવાના મૂડમાં છીએઃ ભીખાજીના સમર્થકો


સાબરકાંઠામાં તો ભીખાજી ઠાકોરઃ ભીખાજીના સમર્થકો


ભીખાજીના સમર્થકોનો ભયંકર આક્રોશ યથાવત.


ભીખાજી થયા શાંત, પણ સમર્થકો ભડક્યા.

સાબરકાંઠા વિવાદ મુદ્દે સીઆર પાટિલ કરશે બેઠક

સાબરકાંઠામાં ચાલી રહેલ વિવાદ મામલે સીઆર પાટિલ કરશે બેઠક. જિલ્લા પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ, પ્રભારી સહિતના આગેવાનો સીઆર પાટીલને મળશે

ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા ઉમેદવાર

લોકસભાની સાથે સાથે ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી પણ થવાની છે. તેના માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જે પાંચ સીટ માટે ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે તેમાં પોરબંદથી અર્જુનભાઈ મોઢવાડીયા, વિજાપુરથી ચતુરસિંહ ચાવડા, માણાવદરથી અરવિંદ લાડાણી, ખંભાતથી ચિરાગકુમાર પટેલ, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાના નામની જાહેરાત કરવામાં આવી છે.

સાબરકાંઠા ભાજપમાં ઉકળતો ચરુ

સાબરકાંઠા ભાજપમાં ઉકળતો ચરુ હોવાનો ભીખાજીએ દાવો કર્યો હતો. ભીખાજી ઠાકોરે દાવો કર્યો હતો કે ઉમેદવાર બદલી જેમને ટિકિટ અપાઈ તેમના વિરુદ્ધ રોષ છે. કાર્યકર્તાનો રોષ વધી રહ્યો છે, સમજાવવાનો પ્રયાસ કરીશ.


તેમણે કહ્યું હતું કે સાબરકાંઠા ભાજપના કાર્યકરોમાં રોષ છે. ઉમેદવાર બદલાતા કાર્યકરોમાં આક્રોશ છે. શોભનાબેન હજુ ભાજપના પ્રાથમિક સભ્ય પણ નથી.  ભીખાજી ઠાકોરે દાવો કર્યો હતો કે હું ભાજપમાં જ છું. મારા વિરોધીએ પોસ્ટ મુકી છે.

અરવલ્લી મેઘરજ ભાજપના કાર્યકરોમાં જોરદાર આક્રોશ

અરવલ્લી મેઘરજ ભાજપના કાર્યકરોમાં જોરદાર આક્રોશ જોવા મળ્યો હતો. ભીખાજી ઠાકોરના સમર્થનમાં કાર્યકરો રસ્તા પર ઉતર્યા હતા. શોભનાબેનને ટિકિટ અપાતા ભીખાજીના સમર્થકો આક્રોશમાં જોવા મળ્યા હતા. સ્થાનિક કાર્યકરના મતે ઉમેદવાર નહીં બદલાય તો પરિણામ ભોગવવું પડશે.

ગુજરાતમાં PM મોદીના પ્રચંડ પ્રચારનું આયોજન કરવામાં આવ્યું

ગુજરાતમાં PM મોદીના પ્રચંડ પ્રચારનું આયોજન કરવામાં આવ્યું છે. સૂત્રોના મતે 15 એપ્રિલ બાદ PM રાજ્યમાં 10 જેટલી જાહેર સભાને સંબોધશે. કચ્છ-સૌરાષ્ટ્રમાં PMની જાહેર સભા યોજાશે. તમામ ઝોનમાં PM મોદીની બે-બે જાહેર સભા યોજાઈ શકે છે. કચ્છ,અમદાવાદમાં એક-એક સભા યોજાઈ શકે છે

ભરૂચ લોકસભા બેઠક પર ચોપાંખીયા જંગના સંકેત

ભરૂચ લોકસભા બેઠક પર ચોપાંખીયા જંગના સંકેત છે. ભાજપ, ઈન્ડિયા ગઠબંધન,AIMIMની સાથે છોટુ વસાવા પણ મેદાને આવ્યા છે. છોટુ વસાવાએ ભારતીય આદિવાસી સેના નામના નવા સંગઠનની સ્થાપના કરી છે.  છોટુ વસાવા પણ ભરૂચથી ચૂંટણી લડે તેવી શક્યતા છે. છોટુ વસાવાના અન્ય પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાયા છે

સાબરકાંઠા, અરવલ્લીમાં ભાજપ કાર્યકર્તાઓમાં આક્રોશ

સાબરકાંઠા, અરવલ્લીમાં ભાજપ કાર્યકર્તાઓમાં આક્રોશ છે. હિંમતનગરના જિલ્લા ભાજપ કાર્યાલય પર કાર્યકરો એકઠા થયા હતા. હોદ્દેદારો અને કાર્યકર્તાઓ રજૂઆત કરવા પહોંચ્યા હતા. જિલ્લા પ્રમુખે તમામની રજૂઆત સાંભળવા બેઠક કરી હતી. 25 વર્ષથી ભાજપ માટે સક્રિય કામ કરતા કાર્યકરોમાં આક્રોશ છે. કાર્યકરોએ કહ્યું કે તમને ઉમેદવાર કૉંગ્રેસમાંથી જ મળ્યો. 30 વર્ષથી ભાજપ માટે કામ કરતા કાર્યકરોને પાર્ટી ભૂલી ગઇ છે.

ધોરાજીમાં સ્થાનિક ઉમેદવારને લઈ પોસ્ટરો લાગ્યા હતા

લોકસભા ચૂંટણીને લઈને સૌરાષ્ટ્રમાં પોસ્ટર વોર શરૂ થયું હતું. ધોરાજીમાં સ્થાનિક ઉમેદવારને લઈ પોસ્ટરો લાગ્યા હતા. પોસ્ટરમાં લખવામાં આવ્યું હતું. 'પોરબંદર લોકસભા નહીં ફાવે આયાતી ઉમેદવાર, એ કોણ ?' 'પોરબંદર લોકસભા માંગે છે લોકલ ઉમેદવાર,એ કોણ ?' 'મતદારોની વચ્ચે આવતા 5 વર્ષ રહેશે,એ કોણ ?' ભાજપ-કૉંગ્રેસના ઉમેદવારોની તસવીર સાથે બેનર લાગ્યા હતા.


લલિત વસોયાએ કહ્યું હતું કે ભાજપનો આતંરિક અસંતોષ ખુલીને સામે આવ્યો છે. ભાજપના એક કાર્યકર્તાએ અસંતોષ વ્યક્ત કર્યો છે.

'શોભનાબેને પક્ષ માટે કોઇ કામ કર્યા નથી'

સાબરકાંઠા ભાજપમાં ઉમેદવાર બદલાયા બાદ પણ નવો વિવાદ શરૂ થયો હતો. હિંમતનગર તાલુકા પંચાયતના સભ્ય જીતેન્દ્રસિંહએ વિરોધ કર્યો હતો. જીતેન્દ્રસિંહે પત્ર લખીને વિરોધ વ્યક્ત કર્યો હતો. જાહેર કરેલ ઉમેદવાર ભાજપ કાર્યકર ન હોવા છતા ટિકિટ આપતા વિરોધ થયો હતો.


કૉંગ્રેસમાંથી આવેલ મહેન્દ્રસિંહ બારૈયાના પત્નીને ટિકિટ આપતા વિરોધ શરૂ થયો હતો. શોભનાબેન બારૈયાને ટિકિટ આપતા વિરોધ કરાયો હતો. જીતેન્દ્રસિંહે કહ્યું કે કાર્યકર્તાના સ્થાને કાર્યકર્તાની પત્નીને ટિકિટ કેમ આપી છે. શોભનાબેન નહીં, તેમના પતિ પક્ષના કાર્યકર છે. મહિલા કાર્યકર્તાને ટિકિટ આપવાની માંગ કરાઇ હતી. શોભનાબેને પક્ષ માટે કોઇ કામ કર્યા નથી.

શોભનાબેન બારૈયાએ કહ્યું-તમામને સાથે રાખીને ચાલીશું

તો પોતાના વિરૂદ્ધ ઉઠેલા ઉભા થયેલા વિરોધ પર એબીપી અસ્મિતા સાથે સાબરકાંઠાના ભાજપ ઉમેદવાર શોભનાબેન બારૈયાએ ખાસ વાતચીત કરી હતી.  જેમાં શોભનાબેન બારૈયાએ કહ્યું કોઈને કાંઈ નારાજગી હશે તો હું સંગઠન સાથે ચર્ચા કરીશ. કોઈ પણને નારાજગી હશે તો અમે દૂર કરીશું. તમામને સાથે રાખીને ચાલીશું.

સાબરકાંઠા લોકસભા બેઠક પર ઉમેદવાર બદલાયા બાદ રાજકારણ ગરમાયું

સાબરકાંઠા લોકસભા બેઠક પર ઉમેદવાર બદલાયા બાદ રાજકારણ ગરમાયું છે. સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરના સ્થાને ભાજપે હવે શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે. ત્યારે સોમવારના ભીખાજી કોંગ્રેસમાં જોડાવવાની સોશલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ હતી. જોકે ખોટી પોસ્ટ વાયરલ થયા બાદ ભીખાજી ઠાકોરે સોશલ મીડિયા પર પોસ્ટ મૂકી ખુલાસો કર્યો કે હું ભાજપ છોડીને કોઈ પણ અન્ય પક્ષમાં જોડાવવાનો નથી. કોઈ અન્ય પક્ષમાં જોડાવવાની વાત માત્ર અફવા છે. ભીખાજીની પોસ્ટ બાદ કોંગ્રેસમાં જોડાવવાની ચાલતી અટકળનો અંત આવ્યો છે.

બ્રેકગ્રાઉન્ડ

Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીને લઈ ભાજપની આજે મહાબેઠક મળવાની છે. પ્રદેશ અધ્યક્ષ પાટીલની અધ્યક્ષતામાં મળનારી આ મહાબેઠકમાં રાજ્યના તમામ જિલ્લા ભાજપ અધ્યક્ષને તેડુ મોકલાયું છે. તો જિલ્લા અને લોકસભા બેઠકના પ્રભારીઓને પણ બેઠકમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.


આ ઉપરાંત આજની આ બેઠકમાં તમામ 156 ધારાસભ્યને પણ હાજર રહેવા સૂચના અપાઈ છે. માર્ચના અંતથી ભાજપ લોકસભા ચૂંટણીનો પ્રચંડ પ્રારંભ કરવાના છે. ત્યારે આજની આ મહાબેઠકમાં પ્રચંડ પ્રારંભની રણનીતિ તૈયાર કરવામાં આવશે. તો ઉમેદવારોના ફોર્મ ક્યારે ભરવા, ક્યારે ઉમેદવારો સાથે કેટલા નેતાઓ કાર્યકરો જોડાશે તે અંગે પણ પ્લાન તૈયાર કરાશે. ઉમેદવારો સાથે મોટી સંખ્યામાં સમર્થકોને હાજર રાખવા તમામ જિલ્લા પ્રમુખ, પ્રભારી અને ધારાસભ્યોને સૂચના આપવામાં આવશે. આ ઉપરાંત સ્થાનિક કક્ષાએ સંગઠનની સ્થિતિની પ્રદેશ નેતાઓ માહિતી પણ મેળવશે.


લોકસભા ચૂંટણીની બ્યૂગલ ફૂંકાઇ ગયા છે, રાજ્યમા ભાજપ અને કોંગ્રેસ આમને સામને ટકરાઇ રહી છે, ભાજપે ગુજરાતમાં તમામ 26 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારી દીધા છે, પરંતુ કોંગ્રેસે હજુ પણ સાત ઉમેદવારોની યાદી જાહેર નથી કરી. આ બધાની વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર ટાર્ગેટ કર્યો છે, શાબ્દિક પ્રહારથી ફરી એકવાર રાજનીતિ ગરમાઇ છે. 


ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ હવે ભાજપ પર વારાફરથી પ્રહાર કરી રહ્યાં છે. હાલમાં ગુજરાતમાં કોંગ્રેસની સાત બેઠકોના ઉમેદવારો બાકી છે. તાજેતરમાં જ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અરવલ્લી જિલ્લાના ધનસુરા ગામમાં એક સામાજિક કાર્યક્રમમાં પહોંચ્યા હતા, અહીં તેમને ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. ધનસુરામાં શક્તિસિંહ ગોહિલે ભાજપને તેની બે બેઠકના ઉમેદવાર બદલવા મુદ્દે પ્રહાર કર્યા, તેમને કહ્યું કે, ભાજપ અહંકારી રાજનીતિવાળી પાર્ટી છે. ભાજપના કાર્યકર્તાઓમાં ભારોભાર અસંતોષ ફેલાયો છે. કામના બદલે કારનામાથી આક્રોશ છે. શક્તિસિંહ ગોહિલના શાબ્દિક પ્રહારો બાદ રાજનીતિમાં વધુ ગરમાવો આવ્યો છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.