લોકસભા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત, 8 રાજ્યની 59 સીટો પર આવતીકાલે થશે મતદાન
abpasmita.in | 17 May 2019 08:18 PM (IST)
લોકસભા ચૂંટણી સાતમાં અને અંતિમ તબક્કામાં ઉત્તરપ્રદેશની 13, મધ્યપ્રદેશ અને બિહારમા 8-8, પંજાબમાં 13, પશ્ચિમ બંગાળમાં 9 અને ઝારખંડમાં 3 બેઠકો પર મતદાન થશે.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના સાતમાં અને અંતિમ તબક્કામાં માટે ચૂંટણી પડઘમ શાંત પડી ગયા છે. સાતમાં તબક્કામાં 8 રાજ્યોની 59 બેઠકો પર 19 તારીખે મતદાન થવાનું છે. જેમાં બિહાર, મધ્યપ્રદેશ, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઝારખંડ, ચંડીગઢ સહિત પશ્ચિમ બંગાળની સીટો મતદાન થશે. આ તબક્કામાં વડાપ્રધાન મોદીની પ્રતિષ્ઠા દાવ પર છે તો યોગી યાદિત્યનાથ સામે પોતાના ગૃહ જનપદની સીટ બચાવવાનો પડકાર છે. સાતમાં તબક્કામાં ઉત્તરપ્રદેશની 13, મધ્યપ્રદેશ અને બિહારમા 8-8, પંજાબમાં 13, પશ્ચિમ બંગાળમાં 9 અને ઝારખંડમાં 3 બેઠકો પર મતદાન થશે. 23મીં મે ના રોજ લોકસભા ચૂંટણીનું પરિણામ આવશે. પ્રેસ કોન્ફરન્સમાં PM મોદીએ કર્યો ફરી સરકાર બનાવવાનો દાવો, અમિત શાહે આપ્યા સવાલોના જવાબ ગોડસેને દેશભક્ત ગણાવવા પર ભડક્યા PM મોદી, કહ્યુ- સાધ્વી પ્રજ્ઞાને ક્યારેય માફ નહી કરી શકું મહાત્મા ગાંધીને પાકિસ્તાની રાષ્ટ્રપિતા ગણાવનારા નેતાને ભાજપે સસ્પેન્ડ કર્યા પાંચ વર્ષમાં વડાપ્રધાન મોદીની પ્રથમ પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- પૂર્ણ બહુમતથી ફરીવાર સરકાર બનશે