લખનઉઃ આચાર સંહિતાના ઉલ્લંઘન મામલે ચૂંટણી પંચે મોટું પગલું ભર્યું છે. ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતી પર પ્રચાર કરવા રોક લગાવી દીધી છે. જેનો અમલ 16 એપ્રિલથી થશે. યોગી પર 72 કલાક અને માયાવતી પર 48 કલાકનો પ્રતિબંધ લગાવાયો છે.

આ દરમિયાન યોગી આદિત્યનાથ અને માયાવતી કોઇપણ રેલીને સંબોધન કરી શકશે નહીં. આ ઉપરાંત તેઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ નહીં કરે અને કોઈ ઇન્ટરવ્યૂ પણ નહીં આપી શકે. ચૂંટણી પંચની કાર્યવાહીનો અમલ મંગળારે સવારે 6 વાગ્યાથી થશે. આ મામલા પર આજે જ સુપ્રીમ કોર્ટે ચૂંટણી આયોગનો ઉધડો લીધો હતો.


સુપ્રીમ કોર્ટે ચૂંટણી પ્રચાર દરમ્યાન નફરત ફેલાવતા ભાષણ આપવા અને ધાર્મિક આધાર પર વોટ માંગનારા નેતાઓ પર કાર્યવાહી ન કરવાને લઈ ચૂંટણી પંચની સમિતી શક્તિઓને લઈ નારાજગી દર્શાવી હતી. કોર્ટે આયોગ પાસે સવારે 10.30 કલાક સુધીમાં જવાબ આપવા કહ્યું છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આવા મામલાને તમે નજરઅંદાજ ન કરી શકાય. આવા નિવેદનો પર તમે કઈંના કર્યું. તમારે આ મુદ્દે જરૂરી કાર્યવાહી કરવી જોઈએ. સામે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, ચૂંટણી આચાર સંહિતા તોડવાને લઈ તે નોટિસ અને એડવાઈઝરી જાહેર કરી રહ્યા છે.