નવી દિલ્હીઃ બાહુબલી ફેમ એક્ટર પ્રભાસ, સાઉથ ફિલ્મો દ્વારા વિશ્વભરમાં ધૂમ મચાવ્યા બાદ હવે બોલિવૂડમાં પોતાની એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. પ્રભાસ માટે વર્ષ 2019 ખૂબ જ મહત્ત્વનું છે. તે સાહો ફિલ્મ દ્વારા પોતાનું બોલિવૂડ ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. જોકે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વધારે એક્ટિવ નથી. હવે પ્રભાસે પોતાના ફેનની માગ પર પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું છે. એકાઉન્ટ બનાવ્યા બાદ મોટી સંખ્યામાં તેમના ફેન્સ તેમના એકાઉન્ટ સાથે જોડાઈ રહ્યા છે.
ઈન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ બનાવ્યાના થોડા જ સમયમાં પ્રભાસના સાત લાખ ફોલોઅર્સ થઈ ચૂક્યા છે. અને ખાસ વાત તો એ કે પ્રભાસે હજી સુધી પોતાના એકાઉન્ટમાં એક પણ ફોટો શેર કર્યો નથી. આ પહેલા આવું ક્યારેય નથી બન્યું કે આટલા ઓછા સમયમાં કોઈ સાઉથ ઈન્ડિયન અભિનેતાના આટલા બધા ફોલોઅર્સ થઈ ગયા હોય. જણાવીએ કે, આવું ક્યારેય નથી બન્યું જ્યારે આટલા ઓછા સમયમાં કોઈ પણ સાઉથ ઇન્ડિયન કલાકારને આટલા વધારે ફોલોઅર્સ મળ્યા હોય.