અમદાવાદ: ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જીત વાઘાણી પર કેન્દ્રીય ચૂંટણી પંચે 72 કલાકનો પ્રતિબંધ મૂક્યો છે. જીતુ વાઘાણીએ સુરતમાં કહ્યું હતું કે, રાજ્યની શાંતિ હણનારા લોકોને ઓળખી લેજો. આ નિવેદનનો કોંગ્રેસે ખૂબ જ વિરોધ કર્યો હતો.

સુરતમાં લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવાર દર્શના જરદોષના પ્રચાર દરમિયાન જીતુ વાઘાણીએ કોંગ્રેસ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. જીતુ વાઘાણીએ કોંગ્રેસ નેતાઓ વિશે આપેલા નિવેદન બાદ કોંગ્રેસે તેનો ખૂબ વિરોધ કર્યો હતો. ચૂંટણી પંચે પણ જીતુ વાઘાણીએ આપેલા નિવેદન બદલ તેમની વિરૂદ્ધમાં સુઓમોટો ફરિયાદ દાખલ કરી હતી.


સુરતની એક સભામાં અપમાનજનક શબ્દોને ઉલ્લેખ કરવા બદલ ચૂંટણી પંચે જીતુ વાઘાણી સામે 72 કલાક સુધી પ્રતિંબધ લગાવ્યો છે. જીતુ વાઘાણી 2 મેથી 4 મે સુધી પ્રચાર કરી શકશે નહીં.