નવી દિલ્હીઃ ચૂંટણીની સિઝન પુરજોશમાં ચાલુ થઇ ગઇ છે, ત્યારે કાળાનાણાં પર શિકંજો કસાઇ રહ્યો છે. તંત્રએ તામિલનાડુના સલેમમાં બસમાં સાડા ત્રણ કરોડ રૂપિયા પકડ્યા હતા. આની સાથે આંધ્રપ્રદેશના પ્રકાશમમાં 70 લાખ અને ચિત્તૂરમાંથી 39 લાખ રૂપિયા જપ્ત કર્યા છે.
ચૂંટણી પંચ દ્વારા અત્યાર સુધી 377.511 કરોડ રૂપિયા કેશ જપ્ત કરવામાં આવી છે. ઉપરાંત 157 કરોડની દારુની બૉટલો, 705 કરોડ રૂપિયાનો ડ્રગ્સ અને 312 કરોડની કિંમતની કિંમતી ધાતુઓ- સોના સહિતની વસ્તુઓ જપ્ત કરી છે.
નોઇડામાં આદર્શ આચાર સંહિતા લાગુ કરવાના ઉદેશ્યથી બનાવવામાં આવેલી સ્ટેટિક સર્વિલન્સ ટીમે બુધવારે ચેકિંગ દરમિયાન એક ફોર્ચ્યૂનર કારમાંથી 18 લાખ 40 હજાર રૂપિયા જપ્ત કર્યા છે. આ ઘટનાની માહિતી આવકવેરા વિભાગને આપી દેવામાં આવી છે.