Double Decker Expressway Fact Check: લોકસભા ચૂંટણી માટે ત્રણ તબક્કાનું મતદાન થઇ થયુ છે. આ દરમિયાન ભાજપ સરકારના વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક ડબલ-ડેકર રૉડ દેખાઈ રહ્યો છે, જેના પરથી ઘણા વાહનો પસાર થતા જોવા મળી રહ્યાં છે.


મુંબઇનો બતાવવામાં આવી રહ્યો છે ડબલ ડેકર રૉડ 


@Modified_Hindu9 નામના યૂઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (X) પર આ વીડિયો પૉસ્ટ કર્યો અને કેપ્શનમાં લખ્યું, "આ એવા વિકાસ કાર્યો છે જે તેમને 400થી પાર લઇ જશે." વાયરલ થઈ રહેલી પૉસ્ટમાં આ જગ્યાને મુંબઈ અને નાગપુર કહેવામાં આવી રહી છે.




 


ખોટા નીકળ્યા દાવા, આ વીડિયો ચીનનો છે


ન્યૂઝ ચેકરે આ વીડિયોની તપાસ કરતાં જાણવા મળ્યું કે તે ભારતનો નહીં પણ ચીનનો છે. આ વીડિયો દ્વારા નાગપુર અને મુંબઈમાં ભાજપ સરકારના કામનો દાવો કરવામાં આવી રહ્યો છે. વીડિયોની કી ફ્રેમને રિવર્સ સર્ચ કરવા પર જાણવા મળ્યું કે આ વીડિયો ચીનના ગુઆંગ્ડોંગનો છે.


આ જુઓ, અસલી વીડિયો


આ વીડિયો યુટ્યુબ પર 4 એપ્રિલ, 2024ના રોજ એક યૂઝરે પૉસ્ટ કર્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું, "અહીં ચીનમાં સરકારી અધિકારીઓ તેમનો સમય લોકોની સમસ્યાઓ ઉકેલવા પર કેન્દ્રિત કરે છે."


 



આ સિવાય આ વીડિયો ચાઇના ટ્રિપ નામની અન્ય યુટ્યુબ ચેનલ પર અપલૉડ કરવામાં આવ્યો હતો. કેપ્શનમાં પણ લખ્યું છે, "ગુઆંગ્ડોંગનો ડબલ ડેકર એક્સપ્રેસવે."


 



ચીની ડિપ્લોમેટે આ વીડિયોને કર્યો હતો પૉસ્ટ 


તપાસમાં યૂનાઇટેડ કિંગડમના બેલફાસ્ટમાં ચીની ડિસ્પોમેટ ઝાંગ મીફાંગની એક પૉસ્ટ મળી, તેમને 2 એપ્રિલ 2024ના પોતાના ઓફિશિયલ હેન્ડલ પરથી તે વીડિયોને પૉસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું- "આવો ચીનના પાયાના માળખાના ઝડપી વિકાસનો અનુભવ કરો, ગુઆંગ્ડોંગમાં આ ડબલ-ડેકર એક્સપ્રેસ શહેરમાં ટ્રાફિકની ભીડને ખુબ ઓછી કરે છે."



તપાસ દરમિયાન એ જ વીડિયો ચાઈના એમ્બેસી-મનીલાના ઓફિશિયલ ફેસબુક પેજ પર જોવા મળ્યો જે નાગપુર અને મુંબઈના નામે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો 4 એપ્રિલ, 2024ના રોજ પૉસ્ટ કરવામાં આવ્યો હતો અને તેનું વર્ણન ગુઆંગ્ડોંગના ડબલ ડેકર એક્સપ્રેસવે તરીકે કરવામાં આવ્યું હતું. અહીં વીડિયો જુઓ.


Disclaimer: This story was originally published by Newschecker and republished by ABP Live Hindi as part of the Shakti Collective.