Election Live Update: મતદાન બાદ રૂપાલાએ માંગી ક્ષત્રિયોની માફી, કહ્યુ- ‘આ મારા જીવનની મોટી ભૂલ, ક્ષત્રિયો મુદ્દે મારાથી ભૂલ થઇ’

Election Live Update: ગઇકાલે લોકસભાની 25 બેઠકો અને પેટાચૂંટણીની 5 બેઠકો પર મતદાન યોજાયું હતું

gujarati.abplive.com Last Updated: 08 May 2024 01:48 PM
રાજપૂત સમાજે કહ્યું હતું કે ક્ષત્રિય સમાજે સંયમથી આંદોલન કર્યુ છે

રાજપૂત સમાજે કહ્યું હતું કે ક્ષત્રિય સમાજે સંયમથી આંદોલન કર્યુ છે. રૂપાલાએ ક્ષત્રિય સમાજના પ્લેટફોર્મ પર માફી માંગી નથી. રૂપાલાએ અત્યાર સુધી રાજકીય માફી માંગી છે. માફી આપવી કે નહીં એ સંકલન સમિતિ નક્કી કરશે. રૂપાલા હવે ઘણું બોલશે. રૂપાલાને માફી આપવાનો સવાલ નથી. રૂપાલા સાથે બેસવાનો કોઈ પ્રશ્ન જ નથી. માતૃશક્તિ પર ટિપ્પણી માફીને લાયક નથી. ક્ષત્રિય સમાજની અસ્મિતા પર ઘા થયો છે

જયરાજસિંહ પરમારના નિવેદન પર રાજપૂત સમાજે પલટવાર કર્યો હતો

જયરાજસિંહ પરમારના નિવેદન પર રાજપૂત સમાજે પલટવાર કર્યો હતો. જયરાજસિંહ પરમાર રાજનીતિ માટે નિવેદન કરે છે. જયરાજસિંહ પરમારને સમય આવ્યે જવાબ આપીશું. સંકલન સમિતિના સભ્યો સમાજના હીતની વાત કરે છે.  ભાર્ગવીબાએ કહ્યું હતુ કે જાગૃતિ સાથે રાજપૂત સમાજે પહેલ કરી છે. સર્વે સમાજનો આભાર છે. સર્વ સમાજના સહકારની નોંધ લીધી છે.


 

સંકલન સમિતિના કેટલાક સભ્યો પર ભાજપ પ્રવક્તા જયરાજસિંહે સવાલ ઉઠાવ્યા હતા

સંકલન સમિતિના કેટલાક સભ્યો પર ભાજપ પ્રવક્તા જયરાજસિંહે સવાલ ઉઠાવ્યા હતા. સંકલન સમિતિમાં બે-ત્રણ લોકો રાજકીય રોટલા શેકતા હતા. સંકલન સમિતિમાં બે-ત્રણ લોકોના કારણે સમાજને નુકસાન થયું છે. ક્ષત્રિય સમાજમાં રોષ હતો. માફી માંગવા છતાં સમાજમાં રોષ હતો. રૂપાલાનું નિવેદન ખોટું જ હતુ. નિવેદન બાદ અનેક વખત માફી માંગી હતી. પાર્ટીના નેતાઓ સતત ચિંતિત હતા. જયરાજસિંહ જાડેજાએ ગોંડલમાં સારા પ્રયત્ન કર્યા હતા. ભાજપના ક્ષત્રિય નેતાઓ મુશ્કેલીમાં મુકાયા હતા. રૂપાલાના કારણે સમાજની લાગણી દુભાઈ જ છે. સમયની સાથે તાલ મિલાવવો પડે છે. આંદોલનના કારણે દુઃખ થયું છે. પરિણામ પર કેટલી અસર મળશે એ ભવિષ્ય નક્કી કરશે. ભાજપનો તમામ બેઠક પર વિજય નિશ્ચિત છે.

સણધરાના ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો

સુરત જિલ્લાના સણધરાના ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. પડતર પ્રશ્નોને લઈ એકપણ ગ્રામજને મતદાન કર્યું ન હતુ. ગ્રામજનોએ સ્થાનિક નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ચૂંટણી લડી રહેલા સાંસદ પ્રભુ વસાવા ગામમાં ન દેખાયાનો આરોપ લોકોએ લગાવ્યો હતો. પોલીસ,પ્રશાસનના અધિકારીઓની સમજાવટ છતા ગ્રામજનો માન્યા નહોતા.

રાજકોટમાં મતદાન કરતો વીડિયો વાયરલ મામલે એફઆઇઆર નોંધવામાં આવી

રાજકોટમાં મતદાન કરતો વીડિયો વાયરલ મામલે એફઆઇઆર નોંધવામાં આવી હતી. દિશાત મહેશ પાદરિયા નામના શખ્સ વિરૂદ્ધ FIR નોંધાઇ હતી. તાલુકા પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો હતો. મતદાન મથકમાંથી મત આપતો વીડિયો બનાવી વાયરલ કરવાનો આરોપ છે.

મતદાન બાદ જૂનાગઢ ભાજપ ઉમેદવારે લોકોનો આભાર માન્યો હતો

મતદાન બાદ જૂનાગઢ ભાજપ ઉમેદવારે લોકોનો આભાર માન્યો હતો. ધોમધખતા તાપમાં મતદાન કરવા આવેલા મતદાતાઓનો તેમણે આભાર માન્યો હતો. બૂથ સુધી પહોંચેલા કાર્યકર્તાઓનો પણ રાજેશ ચુડાસમાએ આભાર માન્યો હતો. રાજેશ ચુડાસમાએ ચૂંટણીમાં જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

અરવલ્લીના મેઘરજમાં ભાજપ નેતા પર હુમલો થયો હતો

અરવલ્લીના મેઘરજમાં ભાજપ નેતા પર હુમલો થયો હતો. પ્રદેશ ભાજપના યુવા નેતા હિમાંશુ પટેલ પર હુમલો કર્યો હતો. માલપુર રોડ પર બાઈક પર આવેલા 10થી વધુ શખ્સોએ હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત હિમાંશુ પટેલને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. મેઘરજ પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

બ્રેકગ્રાઉન્ડ

ગુજરાતમાં ગઇકાલે લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીઓ પુરી થઇ ચૂકી છે, લોકસભાની 25 બેઠકો અને પેટાચૂંટણીની 5 બેઠકો પર મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો. ગુજરાતમાં ચૂંટણી પુરી થયા બાદ ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ મોટી પ્રતિક્રિયા આપી છે. છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા ક્ષત્રિય આંદોલન પર હવે પરશોત્તમ રૂપાલાએ પહેલીવાર ખુલીને વાત કરી અને જણાવ્યું કે, આ મારા જીવનની મોટી ભૂલ, ક્ષત્રિયો મુદ્દે મારાથી ભૂલ થઇ અને મારા પક્ષને વિરોધ સહન કરવાનો વારો આવ્યો. 


ગુજરાતમાં ચૂંટણી પુરી થયા બાદ પહેલીવાર પરશોત્તમ રૂપાલા મીડિયા સામે આવ્યા હતા, આ દરમિયાન તેમને પોતાની મોટી ભૂલને સ્વીકારી લીધી હતી. મતદાન પૂર્ણ થતા જ રૂપાલાએ ક્ષત્રિયોની માગી માફી છે. આજે સવારે રૂપાલાએ સ્વીકાર્યુ કે, ક્ષત્રિયો મુદ્દે કરેલુ નિવેદન તેમની મોટી ભૂલ હતી. વાતચીત દરમિયાન તેમને એ પણ સ્વીકાર્યુ કે, આ સમય તેમના જાહેર જીવનનો સૌથી કઠીન સમય બન્યો. તેમને કહ્યું કે, મારા નિવેદનના કારણે ઠેર ઠેર ભાજપનો વિરોધ થયો તે માટે હું બન્યો નિમિત બન્યો છું. હું નમ્રતાપૂર્વક ક્ષત્રિય સમાજની માફી માંગુ છું. મારે લીધે પાર્ટીને ખુબ જ નુકસાન વેઠવું પડ્યું છે. બધુ ભુલી ક્ષત્રિય સમાજ રાષ્ટ્રના વિકાસમાં આગળ વધે. રૂપાલાએ મિચ્છામી દુક્કડમ કહી ક્ષત્રિયોની માગી માફી છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.