નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પરિણામોના વલણોમાં ભાજપની એકવાર ફરી બહુમતવાળી સરકાર બનવાનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. કોંગ્રેસે હાર સ્વીકારી લીધી છે. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને જનાદેશનો સ્વીકાર કર્યો હતો.


રાહુલે કહ્યું, મેં ચૂંટણી પ્રચારમાં કહ્યું હતું કે જનતા માલિક છે. આજે જનતાએ તેમનો ફેંસલો આપ્યો છે. હું પીએમ મોદીને અભિનંદન પાઠવું છું. અમારા જે ઉમેદવારો લડ્યા તેમનો આભાર માનું છું. અમારી લડાઇ વિચારધારાની લડાઇ છે. આ ચૂંટણીમાં મોદી જીત્યા છે તે અમારે માનવું પડશે. આજે ફેંસલાનો દિવસ  છે. હું આ ફેંસલાને કોઇ રંગ આપવા નથી માંગતો.


ઉપરાંત અમેઠીના પરિણામ પર તેણે કહ્યું કે, આ લોકતંત્ર છે. સ્મૃતિ ઇરાનીને પણ તેમણે જીતની શુભકામના આપી હતી અને ત્યાંના લોકોનો ખ્યાલ રાખવા કહ્યું હતું. કોંગ્રેસની હારની સંપૂર્ણ જવાબદારી મારી છે.


Loksabha Election Results: પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને મોદીને આપ્યા અભિનંદન, જાણો શું કહ્યું

Loksabha Election Results: પૂર્વ દિલ્હીથી ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરે કર્યું શાનદાર ટ્વિટ, જાણો શું લખ્યું

Loksabha Election Results: મોદીએ તોડ્યો રાજીવ ગાંધીનો રેકોર્ડ, જાણો વિગત