Lok Sabha 2019: ઐતિહાસિક જીત બદલ PM નરેન્દ્ર મોદીને ક્યા વિદેશી મિત્રોએ આપ્યા અભિનંદન
abpasmita.in | 23 May 2019 04:09 PM (IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ જીત પર દુનિયાભરમાંથી અભિનંદન મળી રહ્યા છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂએ ટ્વિટ કરી વડાપ્રધાન મોદીને જીતના અભિનંદન આપ્યા હતા.
નવી દિહીઃ લોકસભા ચૂંટણીના પરિણામોના વલણોમાં ભાજપની એકવાર ફરી બહુમતવાળી સરકાર બનવાની સંભાવના છે. એક તરફ સમગ્ર દેશમાં ભાજપના કાર્યકર્તાઓ ભવ્ય જીતની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ જીત પર તેમને દુનિયાભરમાંથી અભિનંદન મળી રહ્યા છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂએ ટ્વિટ કરી વડાપ્રધાન મોદીને જીતના અભિનંદન આપ્યા હતા. તેમણે લખ્યું કે, મારા મિત્ર નરેન્દ્ર મોદી તમને પ્રભાવશાળી જીત માટે હાર્દિક અભિનંદન. આ ચૂંટણીનાપરિણામો ફરીથી દુનિયાના સૌથી મોટા લોકતંત્રમાં તમારા નેતૃત્વને સાબિત કરે છે. અમે સાથે મળીને ભારત અને ઇઝરાયલની મિત્રતાને મજબૂત કરીશું. ઇઝરાયલ સિવાય જાપાનનાવડાપ્રધાન શિંઝો આબેએ વડાપ્રધાન મોદીને ફોન કરીને ભાજપના શાનદાર પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા હતા. તે સિવાય ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે વડાપ્રધાન મોદીને ભવિષ્ય જીત માટે શુભેચ્છા પાઠવી હતી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન મોદીને ફરીવાર સરકાર બનાવવા બદલ સંદેશ મોકલ્યો છે. શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે ટ્વિટ કરી વડાપ્રધાન મોદીને ભવ્ય જીત માટે અભિનંદન. બંન્ને દેશોના વિકાસ માટે સાથે મળી કામ કરીશું. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ઘાનીએ ટ્વિટ કરી વડાપ્રધાનને પ્રચંડ જીત માટે અભિનંદન આપ્યા હતા.