ગુજરાતમાં કોંગ્રેસ કઈ ચાર બેઠકો પર આગળ? જાણો વિગત
abpasmita.in | 23 May 2019 09:18 AM (IST)
ગુજરાતની 26 બેઠકોમાંથી અમરેલી બેઠક પરથી પરેશ ધાનાણી, આણંદ બેઠક પરથી ભરતસિંહ સોલંકી, ભરૂચ બેઠક પરથી શેરખાન પઠાણ અને અમદાવાદ પશ્ચિમ બેઠક રાજુ પરમાર આગળ ચાલી રહ્યા છે.
અમદાવાદ: આજે ગુજરાતની 26 લોકસભા અને ચાર વિધાનસભાની બેઠકોની પેટાચૂંટણીની મતગણતરી સવારે 8 વાગેથી શરૂ થઈ ગઈ છે. ગુજરાતની 26 બેઠકોમાંથી 4 બેઠકો પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. ગુજરાતની 26 બેઠકોમાંથી અમરેલી બેઠક પરથી પરેશ ધાનાણી, ભરૂચ બેઠક પરથી શેરખાન પઠાણ અને અમદાવાદ પશ્ચિમ બેઠક રાજુ પરમાર આગળ ચાલી રહ્યા છે. દાહોદમાં કોંગ્રેસના ઉમેદવાર બાબુ કટારા આગળ ચાલી રહ્યા છે. આ ઉપરાંત ગુજરાતની 26 બેઠકો પર ભાજપ 18 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.