નવી દિલ્હી: દેશ આજે નવી સરકાર બનાવશે. આ નવી સરકાર કોની બનશે? આ આજે રાત સુધીમાં નક્કી થઈ જશે. પરંતુ પરિણામ પહેલા પ્રાર્થનાઓ શરૂ થઈ છે. દિલ્હીથી લઈને બિહાર, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ સહિત દેશના તમામ રાજ્યોમાં નેતાઓ અને કાર્યકર્તાઓ પૂજા પાઠ કરી રહ્યા છે. દરેક લોકો પોત-પોતાની પાર્ટીની જીત માટે દુઆઓ કરી રહ્યા છે.
કાલે પરિણામ પહેલા દિલ્હીમાં ભાજપના નેતાઓએ જીત માટે હવન કર્યું હતું. માત્ર દિલ્હી જ નહી પરંતુ ઘણા રાજ્યોમાં ભાજપના કાર્યકર્તાઓ ચૂંટણી બાદ થયેલા એક્ઝિટ પોલમાં એનડીએની જીતના અનુમાનથી ઉત્સાહિત છે. પશ્ચિમ બંગાળમાં ભાજપે પાંચ હજાર કેસરિયા રંગના કમલભોગ રસગુલ્લા બનાવ્યા છે. હરદોઈમાં પણ પરિણામ પહેલા ભાજપમાં જશ્નનો માહોલ છે. અહીં ભાજપના કાર્યકર્તાઓએ એક બીજાને લાડુ ખડવાવી જીત નક્કી હોવાનો દાવો કર્યો છે.
પરિણામ પહેલા પ્રાર્થના, દિલ્હી-બિહારથી લઈને મધ્યપ્રદેશ સુધી નેતાઓ અને કાર્યકર્તાઓ કરી રહ્યા છે પૂજા પાઠ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 May 2019 06:54 AM (IST)
દેશ આજે નવી સરકાર બનાવશે. આ નવી સરકાર કોની બનશે? આ આજે રાત સુધીમાં નક્કી થઈ જશે. પરંતુ પરિણામ પહેલા પ્રાર્થનાઓ શરૂ થઈ છે. દિલ્હીથી લઈને બિહાર, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ સહિત દેશના તમામ રાજ્યોમાં નેતાઓ અને કાર્યકર્તાઓ પૂજા પાઠ કરી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -