Loksabha Election Results: મોદીએ તોડ્યો રાજીવ ગાંધીનો રેકોર્ડ, જાણો વિગત
abpasmita.in | 23 May 2019 04:13 PM (IST)
2019માં મોદી સુનામી સામે 1984માં રાજીવ ગાંધીએ બનાવેલો રેકોર્ડ પણ તૂટી ગયો છે.
નવી દિહીઃ લોકસભા ચૂંટણીના પરિણામોના વલણોમાં ભાજપની એકવાર ફરી બહુમતવાળી સરકાર બનવાની સંભાવના છે. એક તરફ સમગ્ર દેશમાં ભાજપના કાર્યકર્તાઓ ભવ્ય જીતની ઉજવણી કરી રહ્યા છે. 2019માં મોદી સુનામી સામે 1984માં રાજીવ ગાંધીએ બનાવેલો રેકોર્ડ પણ તૂટી ગયો છે. અત્યાર સુધીમાં સૌથી વધારે વોટ શેર હાંસલ કરવાનો રેકોર્ડ રાજી વાંધીના નામે હતો. 1984માં તત્કાલીન પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીની હત્યા બાદ લોકસભા ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસ સમગ્ર દેશમાં એક તરફી જીત હાંસલ કરી હતી. કોંગ્રેસને 48.1 ટકા વોટ શેયર મળ્યો હતો અને 400થી વધારે સીટો મળ હતી. તે સમયે ભાજપની સ્થાપનાને માત્ર ચાર વર્ષ થયા હતા અને માત્ર 7.4 ટકા વોટ મળ્યા હતા. વોટ શેયરના હિસાબે ભાજપ ઘણી આગળ ચાલી રહી છે અને તેના ખાતામાં 50 ટકાથી વધારે વોટ શેયર આવતો જોવા મળી રહ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં થયેલી ચૂંટણીમાં કોઇ પણ પાર્ટી આટલો વોટ શેયર મેળવી શકી નથી.