Elections 2022 Live: UP બાદ ગોવા કોંગ્રેસમાંથી પડી વધુ એક વિકેટ, જાણો વિગત

Assembly Elections: ચૂંટણીની તારીખ નજીક આવતાની સાથે જ એકબીજા પર આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 25 Jan 2022 06:19 PM
ગોવામાં આપના નેતા ટીએમસીમાં સામેલ થયા

ગોવામાં આમ આદમી પાર્ટીના સુહાસ નાયક તૃણમુલ કોંગ્રેસમાં સામેલ થયા હતા. પાર્ટીમાં તેમનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું.






પંજાબમાં AAPના સીએમ ઉમેદવારે લીધા માતાજીના આશીર્વાદ

પંજાબમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ભગવંત માનને પોતાના સીએમ ઉમેદવાર જાહેર કર્યા છે. હાલમાં જ તેઓ પટિયાલા પહોંચ્યા હતા અને ત્યાં તેમણે મહાકાળી માતાના મંદિરમાં માથું નમાવ્યું હતું.

ગોવામાં કોણ જોડાયું ભાજપમાં ?

કોંગ્રેસના પૂર્વ નેતા જોસેફ સિક્વેરા મુખ્યમંત્રી પ્રમોદ સાવંતની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. શું તે કાલંગુટથી વિધાનસભાની ચૂંટણી લડશો તેવો પ્રશ્ન પૂછવામાં આવતાં  સિક્વેરાએ  કહ્યું જો પાર્ટી મને ટિકિટ આપે છે, તો હું મારા સર્વશ્રેષ્ઠ પ્રયત્ન કરીશ.





RPN સિંહે અમિત શાહ, યોગી સાથે મુલાકાત કરી

ઉત્તરપ્રદેશ ચૂંટણી પહેલાં કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડ્યો છે. આરપીએન સિંહ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં સામેલ થઈ ગયા છે.  ભાજપમાં સામેલ થયા બાદ તેમણે ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી.





UP ચૂંટણીને લઈ જનતાદળ યૂનાઈટેડે ઉમેદવારો જાહેર કર્યા

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈ જનતાદળ યુનાઈટેડે 20 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.





આરપીએન સિંહ સ્વામી પ્રસાદ મૌર્ય સામે વિધાનસભા ચૂંટણી લડી શકે છે

યુપીએ સરકારમાં મંત્રી રહી ચૂકેલા કોંગ્રેસના નેતા આરપીએન સિંહ ભાજપમાં જોડાઈ શકે છે. તેમણે મંગળવારે પાર્ટીમાંથી રાજીનામું પણ આપી દીધું છે. એવું માનવામાં આવે છે કે તેઓ ભાજપમાં જોડાશે, ત્યારબાદ સ્વામી પ્રસાદ મૌર્ય સામે ચૂંટણી લડી શકે છે. સ્વામી પ્રસાદ મૌર્ય હાલમાં પદ્રૌનાથી ધારાસભ્ય છે. તાજેતરમાં જ મૌર્યએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપીને સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા.





ભાજપના મોટા નેતાઓ 26 જાન્યુઆરી પછી મેદાનમાં ઉતરશે

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને લઈ 26 જાન્યુઆરી બાદ ભાજપના તમામ મોટા નેતાઓ ચૂંટણી મેદાનમાં ઉતરશે. અમિત શાહે ગયા અઠવાડિયે પશ્ચિમ ઉત્તર પ્રદેશના કૈરાનાથી ડોર ટુ ડોર ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. સૂત્રોના હવાલાથી જાણવા મળ્યું છે કે કૈરાના બાદ હવે અમિત શાહ મથુરા જશે. 27 જાન્યુઆરીએ અમિત શાહ મથુરા અને ગૌતમ બુદ્ધ નગર (નોઈડા)માં હશે. બીજી તરફ કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ 27 જાન્યુઆરીએ બાગપત અને ગાઝિયાબાદમાં હશે.

યોગીએ શું કહ્યું

પોતાના એક ટ્વીટમાં સમાજવાદી પાર્ટી પર નિશાન સાધતા યોગીએ કહ્યું, "જે લોકો પાકિસ્તાનને દુશ્મન નથી માનતા, જિન્ના મિત્ર છે. તેમના શિક્ષણ અને વિઝન વિશે શું કહી શકાય. તેઓ પોતાને સમાજવાદી કહે છે, પરંતુ આ સત્ય છે. તે 'તમંચાવાદ' તેમની નસોમાં દોડે છે.






બ્રેકગ્રાઉન્ડ

Elections 2022: યુપીમાં ચૂંટણીની તારીખ નજીક આવતાની સાથે જ એકબીજા પર આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે. સંબિત પાત્રાએ ગઈ કાલે લખનઉમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અખિલેશ યાદવ અને કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું. આ ક્રમમાં હવે યુપીના સીએમ યોગી આદિત્યનાથે પણ આગળ આવીને સમાજવાદી પાર્ટી પર ટોણો માર્યો છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.