Elections 2022 Live: કેપ્ટન અમરિંદર સિંહે ક્યાંથી ચૂંટણી લડવાની કરી જાહેરાત ?
પ્રતાપગઢ જિલ્લાના નરહરપુર કાસિયાહી ગામના રહેવાસી ધર્મેન્દ્ર પ્રતાપ સિંહ 8 ફૂટ 2 ઈંચ ઊંચા છે. તેઓ અખિલેશ યાદવની હાજરીમાં સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા.
કેપ્ટન અમરિંદર સિંહે રવિવારે પંજાબ વિધાનસભા ચૂંટણી માટે તેમની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસના 22 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. કેપ્ટન પટિયાલા અર્બનથી ચૂંટણી લડશે. 22 ઉમેદવારોમાંથી 2 માઝામાંથી, 3 દોઆબામાંથી અને 17 માલવા પ્રદેશમાંથી જાહેર કરવામાં આવ્યા છે. કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે બીજી યાદી બે દિવસમાં જાહેર કરવામાં આવશે. કેપ્ટન અમરિંદર સિંહની પાર્ટી 38 સીટો પર ચૂંટણી લડી રહી છે. પહેલીવાર અમરિંદર કોંગ્રેસ છોડીને મેદાનમાં ઉતરી રહ્યા છે. આ વખતે તેઓ ભાજપ સાથે ગઠબંધનમાં છે.
ઉત્તરાખંડ ચૂંટણી માટે કોંગ્રેસે તેના 53 ઉમેદવારોની યાદી જાહેર કરી. જેમાં તાજેતરમાં ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયેલા હરીશ રાવત અને હરકસિંહ રાવતનું નામ નથી. દરમિયાન હરીશ રાવતે કહ્યું છે કે દેશમાં કોંગ્રેસ ફોર્મમાં નથી ચાલી રહી, પરંતુ ઉત્તરાખંડમાં પાર્ટી ફુલ ફોર્મમાં છે. પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત આ વખતે ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના પ્રચારનું નેતૃત્વ કરી રહ્યા છે. સમાચાર એજન્સી એએનઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં રાવતે કહ્યું કે કોંગ્રેસ રાજ્યમાં સત્તામાં વાપસી કરી રહી છે.
દેશના સૌથી ઉંચા વ્યક્તિ ધર્મેન્દ્ર પ્રતાપ સિંહ શનિવારે સમાજવાદી પાર્ટીમાં જોડાયા છે. આ પ્રસંગે સમાજવાદી પાર્ટીના વડા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પણ હાજર હતા. સમાજવાદી પાર્ટી દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "પાર્ટીની નીતિઓ અને અખિલેશ યાદવના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરતા આજે પ્રતાપગઢના ધર્મેન્દ્ર પ્રતાપ સિંહ સમાજવાદી પાર્ટીમાં જોડાયા છે."
બ્રેકગ્રાઉન્ડ
Elections 2022: ઉત્તર પ્રદેશ આ દિવસોમાં સંપૂર્ણપણે ચૂંટણીના રંગમાં રંગાયેલું જોવા મળી રહ્યું છે. રાજકીય પક્ષો ચૂંટણી જીતવા પ્રયાસ કરી રહ્યા છે. દરેક પાર્ટી પોતાની લોકપ્રિયતા વધારવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે તે દરેક રીત અજમાવી રહી છે. આ રેસમાં કોઈ પાર્ટી પાછળ નથી. આવો જ નજારો શનિવારે સમાજવાદી પાર્ટીના કાર્યાલયમાં જોવા મળ્યો હતો. ત્યાં દેશના સૌથી ઊંચા માણસે સમાજવાદી પાર્ટીનું સભ્યપદ લીધું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -