રાયપુરઃ લોકસભા ચૂંટણી 2019 પહેલા છત્તીસગઢમાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઇ છે. આ અથડામણમાં બીએસએફના ચાર જવાન શહીદ થઇ ગયા છે. સાથે કેટલાક જવાન ઘાયલ થવાના પણ સમાચાર છે. ઘટના કાંકેરના પહાડી વિસ્તારોમાં ઘટી છે. મળતી માહિતી અનુસાર બન્ને તરફથી સતત અને ભારે ફાયરિંગ ચાલી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ત્રણ તબક્કામાં મતદાન યોજાવવાનું છે. અહીં કુલ 11 લોકસભા બેઠકો છે. પહેલા તબક્કામાં બસ્તરમાં મતદાન યોજાશે. બીજા તબક્કામાં 18 એપ્રિલે કાંકેર, રાજનાંદગાંવ અને મહાસમુંદ લોકસભા બેઠક પર મતદાન થશે.

ત્રીજા તબક્કામાં 23 એપ્રિલે મતદાન થશે. જેમાં રાયપુર, બિલાસપુર, રાયગઢ, કોરબા, જોજગીર-ચામ્પા, દુર્ગ અને સરગુજા લોકસભા વિસ્તાર સામેલ છે. મતગણતરી 23 મેએ થશે.