નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થવાની સાથે જ એક્ઝિટ પોલ આવવાનું શરૂ થઈ ગયું છે. એબીપી-નીલસનના એક્ઝિટ પોલ અનુસાર, ગુજરાતની તમામ 26 બેઠકોમાંથી ભાજપ 24 બેઠકો જીતી શકે છે જ્યારે કોગ્રેસને આ વખતે બે બેઠકોનો ફાયદો થતો જોવા મળી રહ્યો છે.
સી વોટર સર્વેમાં ગુજરાતમાં બીજેપીને 22 સીટ અને કોંગ્રેસને 4 સીટ મળવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.
ઈન્ડિયા ટુડે અને એક્સિસ માઈ ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં ગુજરાતમાં ભાજપને 25 અને કોંગ્રેસને 1 સીટ મળવાનું અનુમાન છે.
ટાઇમ્સ નાઉ-વીએમઆરના એક્ઝિટ પોલ પરિણામો મુજબ પીએમ મોદીના ગૃહરાજ્ય ગુજરાતમાં ભાજપને નુકસાન થઈ શકે છે. ભાજપને 22 અને કોંગ્રેસને 4 સીટ મળતી હોવાનું પોલમાં જણાવાયું છે.
ઈન્ડિયા ટીવી-સીએનએક્સ એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ભાજપને 22 અને કોંગ્રેસને 4 બેઠકો મળી શકે છે.
એનડીટીવીના પોલ ઓફ પીપલ્સ મુજબ ભાજપને 24 અને કોંગ્રેસને 2 સીટો મળી શકે છે.
રિપબ્લિક એક્ઝિટ પોલ મુજબ ભાજપને 24 અને કોંગ્રેસને 2 બેઠક મળી શકે છે.
ન્યૂઝ 18- Ipsos એક્ઝિટ પોલમાં ભાજપને 25 અને કોંગ્રેસને 1 સીટ મળવાની શક્યતા છે.
ચાણક્ય-ન્યૂઝ24ના એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતની તમામ 26 બેઠકો ભાજપને મળી શકે છે.
નોંધનીય છે કે ગત ચૂંટણીમાં ભાજપે તમામ 26 બેઠકો જીતી હતી અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા હતા. 2014માં મોદીએ વડોદરા અને વારાણસીથી ચૂંટણી લડ્યા હતા અને બંને બેઠકો પર વિજયી થયા હતા. બાદમાં તેમણે વડોદરા બેઠક ખાલી કરી હતી.
ABP Exit Poll: ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસને કેટલી બેઠકો મળશે ? જાણો વિગત
ABP Exit Poll: UPમાં મહાગઠબંધનને કેટલી મળશે સીટો, ભાજપને કેટલી બેઠકોનું થશે નુકસાન, જાણો વિગત
ABP Exit Poll: દિલ્હીમાં BJPને કેટલી સીટ મળશે ? આંકડો જાણીને ચોંકી જશો