નવી દિલ્હીઃ એબીપી ન્યૂઝ-નીલસનના એક્ઝિટ પોલ અનુસાર, ભાજપ મધ્યપ્રદેશની 29 લોકસભા બેઠકોમાંથી 24 બેઠકો જીતી શકે છે. જ્યારે કોગ્રેસની સરકાર હોવા છતાં કોગ્રેસને 5 બેઠકોથી સંતોષ માનવો પડી શકે છે.  જ્યારે અન્યના ખાતામાં શૂન્ય બેઠકો મળી શકે છે. આંકડાઓથી સ્પષ્ટ થાય છે કે રાજ્યમાં ભાજપને વર્ષ 2014ની લોકસભા ચૂંટણી કરતા નુકસાન થઇ રહ્યું છે. ભાજપને અહી ત્રણ બેઠકોનું નુકસાન થાય તેવી સંભાવના છે જ્યારે કોગ્રેસને અહી ત્રણ બેઠકોનો ફાયદો થશે.


નોંધનીય છે કે 2014માં લોકસભા ચૂંટણીમાં મોદી લહેરને કારણે મધ્યપ્રદેશમાં ભાજપે 27 બેઠકો પર ચૂંટણી જીતી હતી અને કોગ્રેસને બે બેઠકો મળી હતી.