વિધાનસભાની કુલ 119 બેઠકો માંથી ટીઆરએસને 66 બેઠકો મળી રહી છે. જ્યાંરે કૉંગ્રેસ-ટીડીપી ગઠબંધનને 37 સીટો મળી રહી છે. ભાજપ આ ચૂંટણીમાં ચોથા નંબરની પાર્ટી રહેશે અને તેની સાત બેઠકો મળી રહી છે. જ્યારે અન્યને 9 બેઠક જઈ રહી છે. ગત ચૂંટણી કરતા આ વખતે ટીઆરએસને ત્રણ સીટોનો ફાયદો થતો નજર આવી રહ્યો છે. 2014માં ટીઆરએસને 63 બેઠકો મળી હતી.
જનકી બાત એગ્ઝિટ પોલ અનુસાર ટીઆરએસને 50-65 બેઠકો મળી રહી છે. કૉંગ્રેસ ગઠબંધનને 38-52 બેઠકો એટલે કે તેને 45 બેઠકો મળી શકે છે. જ્યારે ભાજપને 4-7 અને અન્યને 8-14 સીટો મળતી નજર આવી રહી છે.
ઇન્ડિયા ટૂ઼ડે-એક્સિસ માઇ ઇન્ડિયાના એગ્ઝિટ પોલ પ્રમાણે ટીઆરએસને 79-91 એટલે કે 58 બેઠકો, કૉંગ્રેસ ગઠબંધનને 21થી 33, ભાજપને સાત અને અન્યને 5 અને AIMIM ને 3 સીટો મળી રહી છે.
સી-વોટર એગ્ઝિટ પોલ અનુસાર ટીઆરએસને 48-60 એટલે કે 54, કૉંગ્રેસ ગઠબંધનને 53 બેઠકો (47-59), ભાજપને 5 અને અન્યને 1-13 સીટો મળી શકે છે.
જ્યારે મિઝોરમમાં વિધાનસભાની 40 બેઠકો છે. મિઝોરમમાં કોની સરકાર બનશે?
રિપલબ્લિક-સી વોટર અનુસાર ભાજપ-0, કૉંગ્રેસ-14-18, એમએનએફ- 16-20 અને અન્યને 3-10 બેઠકો મળી રહી છે.
જ્યારે ટાઈમ્સ નાઉ-સીએનએક્સ અનુસાર ભાજપ-0, કૉંગ્રેસ -16, એમએનએફ- 18 અને અન્યને 6 બેઠકો મળી શકે છે.