Lok sabha Election 2024 Live Update: લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજથી ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ

Lok sabha Election 2024 Live Update: લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધ નગર અને બુલંદશહર સહિત યુપીની આઠ બેઠકો પર મતદાન થશે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 28 Mar 2024 11:32 AM
Lok sabha 2024: 30 માર્ચના કોંગ્રેસના તમામ ઉમેદવારની અમદાવાદમાં યોજાશે બેઠક

લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ પક્ષની બેઠકને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 30 માર્ચના કોંગ્રેસના તમામ ઉમેદવારની અમદાવાદમાં બેઠક યોજાશે. સંગઠન પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં  બેઠક મળશે. ઈલેકશન મેનેજમેન્ટ અંગે રાજીવ ગાંધી ભવન ખાતે ઉમેદવારને માર્ગદર્શન આપશે, બેઠકમાં જિલ્લા અને શહેર કોંગ્રેસના પ્રમુખ પણ  હાજર રહેશે. ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતાઓ પણ બેઠકમાં  હાજર રહેશે. 29 માર્ચ સુધીમાં કોંગ્રેસના બાકીના તમામ ઉમેદવારો  જાહેર કરી દેશે.

Lok sabha 2024: ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સોશલ મીડિયા પર વૉર યથાવત

Lok sabha 2024: લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સોશલ મીડિયા પર વૉરે પણ જોર પકડ્યું છે. આજે ભાજપના પ્રવકતા યજ્ઞેશ દવેએ એકસ પર પોસ્ટ કરતા કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે ઉમેદવારી અને  કોગ્રેસમાં પડતા રાજીનામાના દૌરને લઇને કટાક્ષ કરતા એકસ પર પોસ્ટ લખી છે.તેમણે પરેશ ધાનાણીને પણ વળતો જવાબ આપ્યો છે.



Lok sabha 2024: રાહુલ ગાંધી 3 એપ્રિલે ભરશે ઉમેદવારી ફોર્મ

Lok sabha 2024:રાહુલ ગાંધી 3 એપ્રિલે વાયનાડથી  ઉમેદવારી ફોર્મ ભરશે. ઉલ્લેખનિય છે કે, 2019માં વાયનડ બેઠકથી રાહુલ ગાંધી ચૂંટણી જીત્યા હતા.

Lok sabha 2024: ભરૂચ લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાનું નિવેદન

Lok sabha 2024:ભરૂચ લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા નિશાન સાધ્યું છે.  તેમણે  કહ્યું કે,. ઓવૈસી અને આપ એક જ પાર્ટી છે. તેમણે કહ્યું કે, ભાજપના વોટ તોડવા માટે વિરોધીઓ એક થયા છે.

વિસાવદરની પેટાચૂંટણી જાહેર કરવા આમ આદમી પાર્ટીની ચૂંટણી પંચને રજૂઆત

વિસાવદરની પેટાચૂંટણી જાહેર કરવા આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચને રજૂઆત કરી છે. ભાજપે હારી જવાના ડરથી વિસાવદરની ચૂંટણી જાહેર ન કરાવી હોવાનો ગોપાલ ઈટાલિયાએ આરોપ લગાવ્યો છે.  તેમણે જણાવ્યું કે. ચૂંટણી યોજાય તે માટે હાઈકોર્ટથી લઈ સુપ્રીમ કોર્ટ સુધી લડત આપીશું..

ગાંધીનગર મહાનગરપાલિકા આજે બનશે કૉંગ્રેસ મુક્ત, આ બે બે કોર્પોરેટર ધારણ કરશે કેસરિયો

લોકસભાની ચૂંટણી સમયે ભાજપમાં વેલકમ પાર્ટી યથાવત છે. ગાંધીનગર મહાનગરપાલિકા આજે  કૉંગ્રેસ મુક્ત બનશે, .કૉંગ્રેસમાંથી ચૂંટાયેલા બે કોર્પોરેટર અંકિત બારોટ અને ગજેંદ્રસિંહ વાઘેલા આજે રાજીનામું આપશે અને ભાજપમાં  જોડાશે. થોડા દિવસ પહેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે તેમણે મુલાકાત કરી હતી

Lok sabha 2024: ગુજરાત ભાજપ 50 હજાર બુથ પર યોજશે મોદી પરિવાર સભા

ગુજરાતમાં ભાજપ  મોદી પરિવાર સભા યોજશે., રાજ્યના 50 હજારથી વધુ બુથમાં  મોદી પરિવાર સભા યોજવાનું ગુજરાત ભાજપનું આયોજન છે.  4 હજારથી વધુ મોદી પરિવાર સભા યોજી સરકારની સિધ્ધિઓ જનતા સુધી પહોંચાડાશે. મોદી પરિવાર સભાના માધ્યમથી જનસમૂહ સુધી પહોંચવાનો ભાજપનો હેતુ છે. 

Lok sabha 2024: સી આર પાટીલ સુરેન્દ્રનગરની મુલાકાતે, ક્ષત્રિય સમાજના વિરોધમાં તેમના આગેવાનો યોજી શકે છે બેઠક

Lok sabha 2024: ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ સુરેન્દ્રનગરની મુલાકાતે છે. વઢવાણ મંગલ ભવન ખાતે  પ્રમુખો અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાશે, સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સામે રોષ વચ્ચે આજે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ ખાસ ઉપસ્થિત રહેશે અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિતિમાં લોકસભાની ચૂંટણી વિશે પણ ચર્ચા વિચારણા કરાશે ઉપરાંત સુરેન્દ્રનગરમાં તળપદા કોળી અને ક્ષત્રિય સમાજના વિરોધમાં તેમના આગેવાનો સાથે પણ બેઠક યોજાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

બ્રેકગ્રાઉન્ડ

Lok sabha Election 2024 Live Update:લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ચૂંટણી પંચ આજે જાહેરનામું બહાર પાડશે. આ સાથે નોંધણી પ્રક્રિયા શરૂ થશે. ઉમેદવારો આજથી ઉમેદવારી નોંધાવી શકશે. બીજા તબક્કામાં 26 એપ્રિલે 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધ નગર અને બુલંદશહર સહિત યુપીની આઠ બેઠકો પર મતદાન થશે. આ ઉપરાંત, સમાન તબક્કામાં આઉટર મણિપુર લોકસભા સીટના એક ભાગમાં 13 વિધાનસભા બેઠકો પર પણ મતદાન થશે.


13 રાજ્યોની 26 બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાશે.


લોકસભા ચૂંટણીની સાથે ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા અને ગુજરાત સહિત 13 રાજ્યોની 26 વિધાનસભા બેઠકો માટે પણ મતદાન થશે. સંબંધિત રાજ્યોમાં લોકસભા ચૂંટણીની એ જ તારીખે પેટાચૂંટણી માટે મતદાન થશે. આમાં હિમાચલમાં સૌથી વધુ છ, ગુજરાતમાં પાંચ અને ઉત્તર પ્રદેશમાં ચાર બેઠકો છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.