નવી દિલ્હી: પૂર્વ વિદેશ સચિવ એસ.જયશંકર મોદી સરકારમાં સામેલ થઈ ગયા છે તેમને સીધા કેબિનેટ મંત્રી બનાવીને નરેન્દ્ર મોદીએ સૌને ચોંકાવી દીધા છે. એસ.જયશંકરે રાષ્ટ્રપતિ ભવનમાં કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા હતાં.

એસ.જયશંકર જાન્યુઆરી 2015થી જાન્યુઆરી 2018 સુધી ભારતના વિદેશ સચિવ રહ્યા હતા. ચીનથી ડોકલામ વિવાદનો ઉકેલ લાવવામાં તેમની મુખ્ય ભૂમિકા રહી હતી.

આ સિવાય વર્ષ 2007માં યૂપીએ સરકારના કાર્યાલયમાં અમેરિકા સાથે થયેલી સિવિલ ન્યૂક્લિયર ડીલમાં પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ વર્ષે તેઓને પદ્મ પુરસ્કાર એનાયત પણ કરવામાં આવ્યો હતો.