નવી દિલ્હીઃ 23 મેના રોજ જેમ જેમ પરિણામ ભાજપના પક્ષમમાં આવી રહ્યા હતા, દેશની નવી કેબિનેટની ચર્ચા જોર પકડવા લાગી હતી. અનેક વાતો સ્પષ્ટ હતી, પરંતુ કેટલીક વાતોને લઈને અટકળો ચાલી રહી હતી. સવાલ ઉઠી રહ્યા હતા કે મોદી સરકારમાં નંબર 2 કોણ હશે. જોકે 30 મેના રોજ શપથની સાથે જ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે મોદી સરકારમાં નંબર 2 કોણ છે.




વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નરેન્દ્ર મોદીને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા હતાં. મોદી બાદ બીજા નંબરે બધાના આશ્ચર્ય વચ્ચે રાજનાથ સિંહે શપથ ગ્રહણ કર્યા હતાં. ત્યાર બાદ ત્રીજા નંબરે અમિત શાહે શપથ ગ્રહણ કર્યા હતાં.

આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાજ બીજા નંબરે શપથ ગ્રહણ કરતા એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે, મોદી સરકારના બીજા કાર્યકાળમાં પણ બીજા ક્રમે રાજનાથ સિંહ જ રહેશે. અગાઉ મોદી સરકારના પહેલા કાર્યકાળમાં નરેન્દ્ર મોદીની ગેરહાજરીમાં રાજનાથ સિંહ જ કેબિનેટની બેઠકોની અધ્યક્ષતા કરતા હતાં.



રાજનાથ સિંહ ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી રહી ચુક્યા છે અને અટલ બિહારી વાજપેયી સરકારમાં પહેલા ભૂસ્તર પરિવહન અને ત્યાર બાદ કૃષિ મંત્રાલયની જવાબદારી સંભાળી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહી ચુક્યા છે.