મમતાદીદીએ લોકસભા માટે બંગાળની 4 હૉટ એક્ટ્રેસને આપી ટિકિટ, જાણો વિગત
abpasmita.in | 13 Mar 2019 10:09 AM (IST)
કોલકત્તાઃ લોકસભાની ચૂંટણીને લઇને રાજકીય ગતિવિધીઓ તેજ થઇ ગઇ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતાના પક્ષ તૃણમુલ કોંગ્રેસના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં કુલ 42 ઉમેદવારોના નામે છે. આ વખતે ટીએમસીએ 41% મહિલાઓને ટિકિટ આપી છે. ટિકિટ મેળવનારાઓમાં ખાસ વાત એ છે કે આમાં બંગાળી એક્ટ્રેસીસને આગળ કરવામાં આવી છે. જેમાં અભિનેત્રી મુનમુન સેન ઉપરાંત મીમી ચક્રવર્તી, નુસરત જહાં, શતાબ્દી રોય સામેલ છે. મમતા માટે એક્ટ્રેસ મુનમુન આસનસોલથી ચૂંટણી લડશે. વર્તમાન 10 સાંસદોની ટિકિટ કપાઈ છે. મમતાએ કહ્યું હતું કે તૃણમૂલ કોંગ્રેસ ઓડિશા, આસામ, ઝારખંડ, બિહાર અને આંદામાન-નિકોબારમાં પણ પોતાના ઉમેદવાર ઊભા રાખશે.