Lok Sabha Elections: લોકસભા ચૂંટણી 2024 પહેલા ભારતીય જનતા પાર્ટીના સાંસદ ગૌતમ ગંભીરે એક મોટો નિર્ણય લઈને બધાને ચોંકાવી દીધા છે. ગૌતમ ગંભીરે રાજકારણથી દૂર થવાનો નિર્ણય લીધો છે. તેણે કહ્યું કે તે ક્રિકેટને કારણે પોતાની રાજકીય જવાબદારીઓમાંથી મુક્ત થવા માંગે છે. તેમણે પાર્ટી પ્રમુખને ફરજમાંથી મુક્ત કરવા વિનંતી કરી છે. તેમણે પીએમ મોદી અને અમિત શાહનો પણ આભાર માન્યો હતો.


ગૌતમ ગંભીર માર્ચ 2019માં ભાજપમાં સામેલ થયો હતો. ગૌતમ ગંભીર પૂર્વ દિલ્હી લોકસભા સીટથી બીજેપની સાંસદ છે. તે 2019 લોકસભા ચૂંટણીમાં જીતીને સંસદમાં પહોંચ્યો હતો. તે 6.95,109 વોટના અંતરથી જીત્યો હતો.


ગૌતમ ગંભીર વર્ષ 2011માં વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાનો ભાગ રહી ચૂક્યો છે. આટલું જ નહીં, તેણે 2011 વર્લ્ડ કપમાં પોતાની બેટિંગથી મોટું યોગદાન આપ્યું હતું.ગૌતમ ગંભીરે 147 ODI ક્રિકેટ રમી છે, જેમાં તેણે 5238 રન બનાવ્યા છે, જેમાં 11 સદી અને 34 અડધી સદી સામેલ છે. ગત વખતે ગૌતમ ગંભીર લખનૌ સુપર જાયન્ટ્સનો મેન્ટર હતો, પરંતુ આ વર્ષે તે KKR સાથે જોડાયો છે. .






જાતિ, ધર્મ અને ભાષાના આધારે વોટ માંગવાથી દૂર રહેવા ચૂંટણી પંચે કરી અપીલ


લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે રાજકીય પક્ષો અને તેમના નેતાઓને જાતિ, ધર્મ અને ભાષાના આધારે વોટ માંગવાથી દૂર રહેવા જણાવ્યું હતું. ઉપરાંત, તેણે ભક્ત અને ભગવાન વચ્ચેના સંબંધની મજાક ન કરવા પણ જણાવ્યું. રાજકીય પક્ષોને જારી કરાયેલ એડવાઈઝરીમાં પંચે કહ્યું કે નૈતિક ઠપકો આપવાને બદલે આચારસંહિતાનું ઉલ્લંઘન કરનારા ઉમેદવારો અને સ્ટાર પ્રચારકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ચૂંટણી પંચે એમ પણ કહ્યું કે મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા અથવા અન્ય કોઈ પૂજા સ્થળનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ ન કરવો જોઈએ. લોકસભા ચૂંટણી માટે આચારસંહિતા લાગુ થવાના થોડા દિવસો પહેલા આ એડવાઈઝરી જારી કરવામાં આવી છે.