Goa Election Result 2022 Live: ગોવામાં તમામ બેઠકોના પરિણામો જાહેર, જાણો કઇ પાર્ટીએ કેટલી બેઠકો જીતી?

Goa Election Results 2022 Live Updates: આ વખતે ગોવામાં ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની છે કારણ કે ભાજપ અને કોંગ્રેસ સિવાય અન્ય ઘણી પાર્ટીઓએ પણ અહીં પૂરો જોર લગાવ્યું છે.

gujarati.abplive.com Last Updated: 10 Mar 2022 09:09 PM
ગોવામાં કોઇ પક્ષને ના મળી બહુમતી

ગોવા વિધાનસભા ચૂંટણી 2022ની તમામ બેઠકોના પરિણામો જાહેર થઈ ગયા છે. રાજ્યમાં કોઈપણ પક્ષને બહુમતી મળી નથી. ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. ભાજપે રાજ્યમાં 40માંથી 20 બેઠકો જીતી છે, જ્યારે બહુમતીનો આંકડો 21 છે. આ રીતે ભાજપ ગોવામાં પૂર્ણ બહુમતથી માત્ર એક ડગલું દૂર છે. ભાજપના ગોવાના પ્રભારી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, "ગોવામાં લોકોએ ભાજપને પ્રચંડ બહુમતી આપી છે. લોકોએ વડાપ્રધાન મોદીમાં વિશ્વાસ દર્શાવ્યો છે. અપક્ષ ઉમેદવારો પણ અમારી સાથે આવી રહ્યા છે, અમે તેમને પણ સાથે લઈ જઈશું. ગોવામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે 11 બેઠકો જીતી છે  આમ આદમી પાર્ટી (AAP) અને મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટી (MGP)ને 2-2 સીટો મળી છે. ગોવા ફોરવર્ડ પાર્ટી અને રિવોલ્યુશનરી ગોવા પાર્ટીના ખાતામાં એક સીટ આવી છે. બીજી તરફ અપક્ષોએ ત્રણ બેઠકો જીતી છે.

ભાજપે 5 બેઠક જીતી, 15 પર આગળ 

ગોવામાં અત્યાર સુધીના ટ્રેન્ડમાં મળેલી સફળતા બાદ પણજીમાં ભાજપ કાર્યાલયમાં ઉજવણી શરૂ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે ભાજપે અહીં અત્યાર સુધી 5 સીટો જીતી છે, જ્યારે તે 15 પર આગળ ચાલી રહી છે.

સંસદીય બોર્ડ નક્કી કરશે કે ગોવામાં સીએમ કોણ બનશે : સીટી રવિ

ગોવામાં બીજેપીના ડેસ્ક ઈન્ચાર્જ સીટી રવિએ વલણમાં પાર્ટીના પ્રારંભિક લાભ બાદ કહ્યું કે કોંગ્રેસ ખોટા વચનો આપે છે, જ્યારે ભાજપ વિકાસ કરે છે. પરિણામ આવ્યા બાદ અમારી પાર્ટી ધારાસભ્યો સાથે બેઠક કરશે અને તે પછી સંસદીય બોર્ડ નક્કી કરશે કે કોણ મુખ્યમંત્રી બનશે.

ગોવામાં બનશે ભાજપની સરકાર : પ્રમોદ સાવંત 

ગોવાના સીએમ પ્રમોદ સાવંતે પાર્ટીની જીતનો શ્રેય કાર્યકર્તાઓને આપ્યો. સાવંતે કહ્યું કે, રાજ્યમાં ભાજપ ફરી સરકાર બનાવશે.


 





ભાજપે 2 બેઠકો જીતી, 17 બેઠકો પર આગળ

ગોવાના અત્યાર સુધીના ટ્રેન્ડમાં ભાજપ બહુમત તરફ આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. ભાજપે 2 બેઠકો જીતી છે અને 17 બેઠકો પર આગળ છે. કુલ મળીને 19 બેઠકો ભાજપના પક્ષમાં જોવા મળી રહી છે. બહુમતથી 2 બેઠક હોવા છતાં ગોવામાં સરકાર બનાવવા ભાજપનો રસ્તો સાફ થઇ ગયો છે. 

આગળ ચાલી રહેલા  3 અપક્ષ ઉમેદવારો ભાજપને સમર્થન આપ્યું 

ગોવામાં ભાજપ માટે સરકાર બનાવવાનો રસ્તો સાફ દેખાઈ રહ્યો છે. ત્યાં, બિચોલિમ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ડૉ. ચંદ્રકાંત શેટ્ટી, કોર્ટાલિમથી અપક્ષ ઉમેદવાર મેન્યુઅલ વાઝ અને કુર્ટોરિમથી અપક્ષ ઉમેદવાર એલેક્સિયો રેજિનાલ્ડોએ ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી છે. ત્રણેય પોતપોતાની સીટ પર આગળ ચાલી રહ્યા છે. જો કે હજુ સુધી તેમની જીતની પુષ્ટિ થઈ નથી.

ગોવાના સીએમ પ્રમોદ સાવંત 600 વોટથી આગળ 

ગોવાના સીએમ પ્રમોદ સાવંત લગભગ 600 વોટથી આગળ છે. સવારથી જ તેઓ કોંગ્રેસના ઉમેદવારથી પાછળ સતત પાછળ રહ્યા હતા.

મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકર પણજીમાંથી હારી ગયા

પૂર્વ સીએમ તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકર પણજીથી હારી ગયા છે. તેઓ અહીંથી અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા હતા.

ગોવામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર

ગોવામાં ભાજપ હવે 18 બેઠકો પર આગળ છે જ્યારે કોંગ્રેસ 15 બેઠકો પર આગળ છે. TMC 2 બેઠકો પર, AAP 1 બેઠક પર અને અપક્ષો 3 બેઠકો પર આગળ છે.

ગોવામાં ભાજપ 21 સીટો પર આગળ 

ગોવાની તમામ 40 સીટો પર ટ્રેન્ડ આવી ગયો છે. તેમાંથી ભાજપ 21 પર આગળ છે અને તેને બહુમતી મળી છે. , કોંગ્રેસ માત્ર 11 બેઠકો પર જ આગળ છે છે. TMC 5 બેઠકો  પર આગળ છે. ગોવા વિધાનસભામાં કુલ 40 બેઠકો છે, સરકાર બનાવવા માટે ઓછામાં ઓછી 21 બેઠકો જીતવી જરૂરી છે. 

અલ્ડોના બેઠક પર ભાજપ, ક્યુપેમ બેઠક પર કોંગ્રેસ આગળ 

એલ્ડોના બેઠક પરથી બીજેપીના ગ્લેન જોન આગળ ચાલી રહ્યા છે, જયારે ક્વિપેમ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના અલ્ટોન ડી'કોસ્ટા આગળ ચાલી રહ્યા છે, જ્યારે ભાજપના ચંદ્રકાંત કાવલેકર પાછળ ચાલી રહ્યા છે.

ગોવામાં ભાજપ હવે 18 બેઠકો પર આગળ

ટ્રેન્ડમાં હવે ભાજપ કોંગ્રેસ કરતા આગળ જોવા મળી રહ્યું છે. ભાજપ 18 બેઠકો પર આગળ છે, જ્યારે કોંગ્રેસ 17 બેઠકો પર, TMC 4 બેઠકો પર અને અન્ય 1 બેઠક પર આગળ છે.

CM પ્રમોદ સવંત અને વિશ્વજીત પ્રતાપ સિંહ રાણે આગળ

ગોવાની વાલ્પોઈ વિધાનસભા બેઠક પરથી ભાજપના વિશ્વજીત પ્રતાપસિંહ રાણે પ્રારંભિક વલણોમાં આગળ છે. જયારે ગોવાના CM પ્રમોદ સવંત પણ પ્રારંભિક વલણોમાં આગળ છે.

CM પ્રમોદ સવંત અને વિશ્વજીત પ્રતાપ સિંહ રાણે આગળ

ગોવાની વાલ્પોઈ વિધાનસભા બેઠક પરથી ભાજપના વિશ્વજીત પ્રતાપસિંહ રાણે પ્રારંભિક વલણોમાં આગળ છે. જયારે ગોવાના CM પ્રમોદ સવંત પણ પ્રારંભિક વલણોમાં આગળ છે.

ઉત્પલ પર્રિકર પાછળ

પૂર્વ સીએમ મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકર પણજી બેઠક પરથી પાછળ છે. ભાજપના ઉમેદવારને અહીં આગળ છે. ઉત્પલ અપક્ષ ઉમેદવાર છે.

TMCનું  સારું પ્રદર્શન

ગોવાના ટ્રેન્ડમાં TMC 4 સીટો પર આગળ છે.

કોંગ્રેસ 20 સીટો પર આગળ

ગોવામાં 40 સીટો પર ટ્રેન્ડ આવી ગયો છે. હવે કોંગ્રેસ આમાં આગળ જોઈ રહી છે. કોંગ્રેસ 20, ભાજપ 16 અને અન્ય 4 બેઠકો પર આગળ છે.

શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપ આગળ 

ગોવામાં ભાજપ 8, કોંગ્રેસ 6 અને TMC 1 બેઠક પર આગળ ચાલી રહી છે. 

બ્રેકગ્રાઉન્ડ

Goa Election Results : ગોવા વિધાનસભા ચૂંટણીના પરિણામો થોડા કલાકોમાં સ્પષ્ટ થઈ જશે. આ વખતે ભાજપ સતત ત્રીજી વખત સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે કોંગ્રેસને આશા છે કે તે પૂર્ણ બહુમતી સાથે ગોવામાં સરકાર બનાવશે. ગોવાની 40 બેઠકો પર કુલ 302 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. જેનું ભવિષ્ય EVM ખોલવાની સાથે જ નક્કી થશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.