અમદાવાદઃ  કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતની 3 વિધાનસભા બેઠકમાંથી રાધનપુર  અને બાયડ બેઠક પર પેટાચૂંટણીની  તારીખો જાહેર કરી છે. આ બેઠકો પર પણ ચાર બેઠકોની સાથે જ આગામી 21મી ઓક્ટોબરના રોજ મતદાન થશે, જ્યારે 24મી તારીખે પરિણામ જાહેર કરવામાં આવશે. હાલ ગુજરાત વિધાનસભાની સાત બેઠકો ખાલી હતી, જેમાંથી ગઈકાલે ચાર બેઠકોની પેટાચૂંટણી જાહેર થઈ હતી. જોકે, આજે ફરીથી એક જાહેરાત કરી અને રાધનપુર અને બાયડની ચૂંટણી જાહેર કરાઈ છે. જ્યારે મોરવાહડફ બેઠકની પેટાચૂંટણી અંગે જાહેરાત થઈ નથી.

અમરાઈવાડી બેઠક : ભાજપના ધારાસભ્ય હસમુખભાઈ પટેલ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી હતી.

લુણાવાડા બેઠક : ભાજપના ધારાસભ્ય રતનસિંહ રાઠોડ પંચમહાલ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી હતી.

ખેરાલુ બેઠક : ભાજપના ભરતસિંહ ડાભી પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી હતી.

થરાદ બેઠક : ભાજપના ઉમેદવાર પરબત પટેલ બનાસકાંઠા લોકસભા બેઠકમાં વિજેતા બનતા બેઠક ખાલી પડી હતી.

બાયડ બેઠક : કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા રાજીનામું આપીને ભાજપમાં જોડાતા બેઠક ખાલી પડી હતી.

રાધનપુર બેઠક : કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર રાજીનામું આપીને ભાજપમાં જોડાતા બેઠક ખાલી પડી હતી.



Howdy Modi: હ્યુસ્ટનમાં કેવું રહેશે હવામાન, જાણો વિગતે

કલમ 370માં કોંગ્રેસને રાજનીતિ દેખાય છે, અમને દેશભક્તિ: અમિત શાહ