અમદાવાદઃ ગઈ કાલે લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 બેઠકોની સાથે સાથે ગુજરાતની ચાર વિધાનસભા બેઠકો પર પણ પેટાચૂંટણી થઈ હતી. વર્તમાન ધારાસભ્યો દ્વારા રાજીનામું આપી ભાજપમાં જોડાવાને કારણે આ બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં ધ્રાંગધ્રા, ઉંઝા, માણાવદર અને જામનગર ગ્રામ્ય વિધાનસભાનો સમાવેશ થાય છે.



આ ચાર બેઠકોની વાત કરીએ તો સુરેન્દ્રનગરી ધ્રાંગધ્રા બેઠક પર 60.86 %, મહેસાણાની ઊંઝા વિધાનસભા બેઠક પર 65 %, જૂનાગઢની માણાવદર બેઠક પર 62.87 % અને જામનગર ગ્રામ્ય બેઠક પર 62.37 % મતદાન થયું હતું. ચાર વિધાનસભાની પેટા ચુંટણીમાં કુલ 62.77 % મતદાન થયું છે. જેમાં સૌથી વધુ 65 ટકા ઊંઝામાં અને સૌથી ઓછું ધ્રાંગધ્રામાં 60.86 ટકા મતદાન નોંધાયું છે.



આ સાથે જ ભાજપ કોંગ્રેસના ઉમેદવારોના ભાવી ઇવીએમમાં કેદ થઈ ગયા છે. હવે આ ચાર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ લોકસભાની સાથે 23મી મેના રોજ આવવાનું છે.