આગરાના બૂથ નંબર 455 પર હાજર અધિકારી દ્વારા ખોટું બટન દબાઈ જવાને કારણે 140 વોટ ડિલીટ થઈ ગયા હતા. આ બાબતને ધ્યાનમાં લેતા પંચે 25 એપ્રિલે રિપોલિંગ કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે, આગરા લોકસભા સીટ પર 18 એપ્રિલના રોજ બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું હતું. આ દરમિયાન બૂથ નંબર 455 પર ગડબડ થવાની ફરિયાદ મળી હતી. ચૂંટણીપંચે હવે તેને સુધારવા માટે ફરીવાર મતદાન કરાવવાનો નિર્ણય લીધો છે. રાજકીય દળના લોકો પણ પુનર્મતદાન કરાવવાની માંગણી કરી રહ્યાં હતા.
18 એપ્રિલે ઉત્તર પ્રદેશના નગીના, અમરોહા, બુલંદશહર, અલીગઢ, હાથરસ, મથુરા, આગરા અને ફતેહપુર સિકરીમાં મતદાન થયું હતું. આ તબક્કાના પ્રમુખ ઉમેદવારોમાં મથુરાથી અભિનેત્રી અને ભાજપની નેતા હેમા માલિની, ફતેહપુર સિકરીથી યુપી કોંગ્રેસ રાજ બબ્બર, આગરાથી યૂપી સરકારના કેબિનેટ મંત્રી SP વઘેલ અને અમરોહાથી ઉમેદવાર દાનિશ અલી છે.