ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ આજે ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, જે ઉમેદવારને ટીકીટ મળશે તેવા ઉમેદવારોને ફોન કરીને સૂચનાઓ આપવામાં આવી છે. મોડી રાત્રે દિલ્હીથી ફોન કરીને ઉમેદવારોને જાણ કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપના નેતા અલ્પેશ ઠાકોર રાધનપુરથી નહી પરંતુ ગાંધીનગર દક્ષિણથી ચૂંટણી લડશે. શંભુજી ઠાકોરના સ્થાને ઠાકોર નેતા અલ્પેશ ઠાકોરને ભાજપ મેદાનમાં ઉતારી શકે છે. અલ્પેશને ઓબીસી પ્રભુત્વવાળી બેઠકોની જવાબદારી સોંપાઇ છે. ઉત્તર ગુજરાતની ઠાકોર સમાજ પ્રભુત્વવાળી બેઠકો પર પ્રચારની અલ્પેશ ઠાકોરને જવાબદારી સોંપવામાં આવી છે. રાધનપુર બેઠકથી લવિંગજી ઠાકોર ચૂંટણી લડે તેવી શક્યતા છે. તે સિવાય હાર્દિક પટેલને વીરમગામ બેઠક પરથી ચૂંટણી લડાવવામાં આવશે.
સૂત્રોના મતે, અબડાસા બેઠક પરથી પ્રદ્યુમનસિંહ જાડેજા, ભૂજ બેઠક પરથી કેશુભાઇ પટેલ, અંજારથી ત્રિકમભાઇ છાંગા, ગાંધીધામ બેઠકથી માલતીબેન મહેશ્વરી, રાપર બેઠક પરથી વિરેન્દ્રસિંહ જાડેજાની ટિકિટ નક્કી માનવામાં આવી રહી છે.
આ ધારાસભ્યોને કર્યા રિપિટ
- માંગરોળ – ગણતપત વસાવા
- જેતપુર – જયેશ રાદડીયા
- લિંબાયત – સંગીતા પાટીલ
- વરાછા – કુમાર કાનાણી
- વલસાડ – ભરત પટેલ
- ગાંધીધામ – માલતીબેન મહેશ્વરી
- જલાલપોર – આર.સી.પટેલ
- રાપર – વિરેન્દ્ર સિંહ જાડેજા
ગુજરાતમાં ક્યારે છે ચૂંટણી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું અને 2 ડિસેમ્બરે બીજા તબક્કાનું વોટિંગ થશે. 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, જે ઉમેદવારને ટીકીટ મળશે તેવા ઉમેદવારોને ફોન કરીને સૂચનાઓ આપવામાં આવી છે. મોડી રાત્રે દિલ્હીથી ફોન કરીને ઉમેદવારોને જાણ કરવામાં આવી છે.
દસાડા- પી કે પરમાર
વઢવાણ- જીગાબેન પંડ્યા
ચોટીલા- શ્યામજીભાઈ
ગઢડા- શંભુનાથ ટૂંડિયા
ગીર સોમનાથ માનસિંહભાઈ
અમરેલી કૌશિક વેકરિયા
ધ્રાંગધ્રા પ્રકાશ વરમોરા
લીમડી કિરીટસિંહ રાણા
વરાછા કુમાર કાનાણી
ડી કે સ્વામી – જંબુસર
અરુણસિંહ રણા – વાગરા
રમેશ મિસ્ત્રી – ભરૂચ
ઈશ્વર પટેલ - અંકલેશ્વર
રિતેશ વસાવા - ઝઘડિયા
અબડાસા- પ્રદુમસિંહ જાડેજા