ગુજરાતમાં ભાજપના કયા ધારાસભ્યની ચૂંટણી હાઈકોર્ટે કરી દીધી રદ? જાણો શું છે કારણ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 12 Apr 2019 12:24 PM (IST)
ગુજરાત હાઈકોર્ટે દ્વારકા વિધાનસભાની 2017ની ચૂંટણી રદ કરતાં ભાજપના પબુભા માણેકે ધારાસભ્ય પદ ગુમાવ્યું. હવે નવેસરથી થશે ચૂંટણી.
અમદાવાદઃ લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત હાઈકોર્ટે દ્વારકા-82 વિધાનસભાની 2017ની ચૂંટણી રદ કરી દીધી છે. જેને કારણે ભાજપના ધારાસભ્ય પબુભા માણેકને ધારાસભ્ય પદ ગુમાવવું પડ્યું છે. કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરીયા દ્વારા કરાયેલ ઇલેક્શન પિટિશનમાં ગુજરાત હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. 2017માં યોજાયેલ દ્વારકા સીટની ચૂંટણી રદ કરી છે. ભાજપના વિજેતા ઉમેદવાર પબુભા માણેકના ફોર્મમાં ભૂલ હોઈ મેરામણ ગોરીયા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરતા નિર્ણય લેવાયો છે. હવે દ્વારકા વિધાનસભા સીટ પર ફરી ચૂંટણી યોજાશે.