Gujarat Lok Sabha Election Results 2024 Live: ગુજરાતમાં ભાજપે ગુમાવી એક બેઠક, બનાસકાંઠા પરથી ગેનીબેનની જીત

Gujarat Lok Sabha Election Results 2024 Live: ગુજરાતની 26 બેઠકમાંથી બીજેપી સુરત બેઠક બિનહરિફ જીતી ચૂકી છે ત્યારે રાજ્યની 25 બેઠકોના પરિણામ જાહેર કરાશે.

gujarati.abplive.com Last Updated: 04 Jun 2024 03:53 PM
ગુજરાતમાં ખુલ્યું કોંગ્રેસનું ખાતું

ગુજરાતમાંથી કોંગ્રેસ માટે સૌથી મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે. બનાસકાંઠા સીટ પરથી ગેનીબેન ઠાકોરની જીત થઈ છે. ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહીલે ટ્વીટ કરીને ગેનીબેન ઠાકોરને અભિનંદન પાઠવ્યા છે. 

ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત

દેશમાં આજે લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર કરવામાં આવી રહ્યા છે.  આ સાથે જ ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી. પેટા ચૂંટણીના પણ પરિણામો  જાહેર થઈ રહ્યા છે.  ખંભાત, અને પોરબંદર બેઠક પર ભાજપની જીત થઈ છે. હવે વાઘોડિયા બેઠક પર પણ ભાજપે જીત મેળવી છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઈ છે. ધર્મન્દ્રસિંહને  1,26,905 મત મળ્યા છે, જ્યારે કૉંગ્રેસના કનુભાઈ ગોહિલને 45,144 મત મળ્યા હતા. આ બેઠક પર ભાજપની 81,761 મતથી જીત થઈ છે. 

વડોદરા લોકસભામાં ભાજપ આગળ

વડોદરા લોકસભામાં ભાજપ આગળ


ડો.હેમાંગ જોશી -ભાજપ- 867442 મત


જસપાલસિંહ પઢીયાર -કોંગ્રેસ- 288337 મત


ભાજપ 579071 મતથી આગળ

નર્મદામાં ભાજપ આગળ

નર્મદામાં


18માં રાઉન્ડના અંતે


ભાજપ મનસુખભાઇ વસાવા - 5,69,813


આપ ચૈતર વસાવા - 4,61,747


ભાજપના મનસુખભાઇ વસાવા - 1,08,066 મતથી આગળ 


Nota - 20,840


કુલ અત્યાર સુધી 10,91,587 મતની ગણતરી પૂર્ણ

સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપ આગળ

સુરેન્દ્રનગર લોકસભા બેઠકનાં ભાજપનાં ઉમેદવાર ચંદુભાઈ શિહોરા આગળ 



મતગણતરી રાઉન્ડ - 21


ભાજપ કુલ મત 629891
કોંગ્રેસ કુલ મત  379800


ભાજપનાં ચંદુભાઇ શિહોરા  250091 મતથી આગળ

Gujrat Election Result Result: ગાંધીનગરથી અમિત શાહની જીત નિશ્ચિત છે

કેન્દ્રીય ગૃહમંત્રી અને ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અમિત શાહ 4,88,250 મતોથી આગળ છે. અમિત શાહને અત્યાર સુધીમાં 6 લાખ 56 હજાર 915 વોટ મળ્યા છે.


કેન્દ્રીય ગૃહમંત્રી અને ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અમિત શાહ 4,88,250 મતોથી આગળ છે.

Gujrat Lok Sabha Election Result Live: વડોદરા લોકસભા ભાજપ આગળ

વડોદરા લોકસભા


ડો.હેમાંગ જોશી -ભાજપ- 567132 મત


જસપાલસિંહ પઢીયાર -કોંગ્રેસ- 203178 મત


ભાજપ 363954 મતથી આગળ

Gujrat Lok Sabha Election Result Live: અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક

અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક 


દિનેશ મકવાણા ભાજપ ઉમેદવાર 13 રાઉન્ડ બાદ પણ આગળ 


કુલ રાઉન્ડ 13 પૂર્ણ 


ભાજપ 2,26,061 વોટથી આગળ

Gujrat Lok Sabha Election Result Live: બનાસકાંઠાથી કોંગ્રેસ આગળ

ગુજરાતની બનાસકાંઠા લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ગનીબેન નાગાજી ઠાકોર ભાજપના ઉમેદવાર ડો.આર.એચ.ચૌધરી ઉપર લીડ મેળવવામાં સફળ થયા છે. તેઓ ભાજપના ઉમેદવાર કરતાં 239 મતોથી આગળ છે.

Gujrat Election Result Live: ભરૂચ પર ભાજપ આગળ

ભરૂચ જિલ્લા લોકસભા બેઠક માં કુલ 23 રાઉન્ડમાંથી દશમાં રાઉન્ડ ના અંતે આપ'ના ઉમેદવાર ચૈતર વસાવાને મળેલ મતો 290014 ભાજપનાં મનસુખભાઇને 3,53,019 મતો. ભાજપ 63005 મતોથી આગળ.

ભાવનગર બોટાદ -15 લોકસભા

ભાવનગર બોટાદ -15 લોકસભા 


ભાજપ
નિમુબેન બાંભણીયા 237255


આપ 
ઉમેશ મકવાણા 83206


નિમુબેન 154049 લીડ

Gujrat Election Result Live: અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી 2 લાખ મતોથી આગળ

ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ બે લાખથી વધુ મતોથી આગળ છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા ટ્રેન્ડ મુજબ કોંગ્રેસની સોનલ પટેલને 53743 વોટ મળ્યા છે.

રાજકોટથી રૂપાલા 15000 મતથી આગળ

રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલા 1,50000 મતથી આગળ છે.

Gujrat Election Result 2024 Live: કોંગ્રેસ પાટણ બેઠક પર જીતની આશા રાખે છે

ગુજરાત લોકસભા ચૂંટણીમાં ભાજપનો દબદબો યથાવત છે. તેમ છતાં, એકમાત્ર પાટણ સંસદીય બેઠક પર, કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી તલાજી ઠાકોરે અત્યાર સુધીમાં 1,13,088 મતો મેળવી લીધા છે અને તેમના હરીફ ભાજપના ડીબી શંકરજી કરતાં 12,027 મતોથી આગળ છે.

Gujrat Election Result Live: જૂનાગઢ લોકસભા બેઠક

જૂનાગઢ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ નીકળ્યા છે. ભાજપના ઉમેદવાર ઉમેદવાર રાજેશ ચુડાસમા 40,923 મતથી આગળ ચાલી રહ્યા છે.

Gujrat Election Result Live: સીઆર પાટીલ આગળ

સી આર પાટીલ 72,304 હજાર મતોથી આગળ. સીઆર પાટીલને 1 લાખ 4188 હજાર મત મળ્યા છે જ્યારે કોંગ્રેસ ઉમેદવાર નૈસદ દેસાઈ પાછળ છે. કોંગ્રેસના નૈસદ દેસાઈને 31,884 મત મળ્યા છે. 
અત્યાર સુધીની મતગણતરી માં 73.9 ટકા મત સીઆર પાટીલને મળ્યા છે. 

Gujrat Election Result Live: બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર 6 હજાર 477 મતથી આગળ 

બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર 6 હજાર 477 મતથી આગળ.


જૂનાગઢથી હીરા જોટવા 5 હજાર 969 મતથી આગળ.


પાટણથી ચંદનજી ઠાકોર 3 હજાર 753 મતથી આગળ. 


રાજકોટથી પરશોત્તમ રૂપાલા 71 હજાર 666 મતથી આગળ. 


અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ 42 હજાર 394 મતથી આગળ. 


નવસારીથી સી.આર.પાટીલ 65 હજાર 70 મતથી આગળ. 


જામનગરથી જે.પી.મારવીયા 1545 મતથી આગળ. 


વલસાડથી ભાજપના ધવલ પટેલ 85 હજાર 720 મતથી આગળ. 


સાબરકાંઠાથી ભાજપના શોભનાબેન 5 હજાર 789 મતથી આગળ.


ભરૂચમાં મનસુખ વસાવા 41 હજાર મતોથી આગળ.


છોટા ઉદેપુરથી જશુ રાઠવા 71 હજાર 863 મતથી આગળ. 


જૂનાગઢથી ભાજપના રાજેશ ચુડાસમા 777 મતથી આગળ.


વડોદરાથી હેમાંગ જોશી 71 હજાર 510 મતથી આગળ.


આણંદથી મિતેશ પટેલ 9 હજાર 213 મતથી આગળ.


પોરબંદરથી મનસુખ માંડવીયા 54 હજાર 965 મતથી આગળ.


અમરેલીથી ભરત સુતરીયા 22 હજાર 800 મતથી આગળ.

Gujrat Election Result Live: ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ 90 હજાર મતોથી આગળ

ગાંધીનગર લોકસભા બેઠક પર બીજા રાઉન્ડ બાદ અમિત શાહ 90 હજાર મતોથી આગળ છે. તેમણે 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ લાખો મતોના માર્જિનથી જીત મેળવી હતી અને પ્રારંભિક વલણો જોતા, તેઓ આ વખતે પણ મોટા માર્જિનથી જીતે તેવી અપેક્ષા છે.

Gujrat Election Result Live: વડોદરામાં ભાજપ આગળ

વડોદરા લોકસભા બેઠક


ડો.હેમાંગ જોશી -ભાજપ- 55133 મત


જસપાલસિંહ પઢીયાર -કોંગ્રેસ- 14288 મત


ભાજપ 40845 મતથી આગળ

Gujrat Election Result Live: આણંદ બેઠકથી કૉંગ્રેસના અમિત ચાવડા નીકળ્યા આગળ

આણંદ બેઠકથી કૉંગ્રેસના અમિત ચાવડા નીકળ્યા આગળ. આણંદ બેઠકથી અમિત ચાવડા 462 મતથી આગળ. ભરૂચથી મનસુખ વસાવા 4202 મતથી આગળ. કચ્છથી વિનોદ ચાવડા આઠ હજાર મતથી આગળ. ભરૂચથી INDIA ગઠબંધનના ચૈતર વસાવા પાછળ. વડોદરાથી હેમાંગ જોશી 29 હજાર 332 મતથી આગળ.

Gujrat Election Result Live: જામનગરથી જે.પી.મારવીયા આગળ

જામનગરથી જે.પી.મારવીયા આગળ. જામનગરથી જે.પી.મારવીયા 3840 મતથી આગળ. જામનગરથી ભાજપના પૂનમ માડમ પાછળ. બનાસકાંઠા અને જામનગર બેઠકથી કૉંગ્રેસ આગળ.

Gujrat Election Result Live: ગેનીબેન ઠાકોર 1500 મતોથી આગળ

બનાસકાંઠા લોકસભાના પહેલા રાઉન્ડમાં કોંગ્રેસ આગળ. પ્રથમ રાઉન્ડમાં ઉમેદવાર ગેનીબેન ઠાકોર 1500 મતોથી આગળ

Gujrat Election Result Live: પરસોતમ રૂપાલા રાજકોટ બેઠક પર આગળ

રાજકોટ 71 ગ્રામ્ય વિધાનસભામાં પરસોતમ રૂપાલા ને 15,000ની લીડ.

Gujrat Election Result Live: ગુજરાતની 16 બેઠક પર ભાજપ આગળ

ગુજરાતની 16 બેઠક પર ભાજપ આગળ.


ગુજરાતની એક બેઠક પર કૉંગ્રેસ આગળ. 


ખેડા બેઠકથી દેવુસિંહ ચૌહાણ આગળ.


જૂનાગઢ બેઠકથી ભાજપના રાજેશ ચુડાસમા આગળ. 


કચ્છથી ભાજપના વિનોદ ચાવડા આગળ. 


દાહોદથી ભાજપના જશવંતસિંહ ભાભોર આગળ. 


છોટા ઉદેપુરથી ભાજપના જશુ રાઠવા આગળ. 

Gujrat Election Result Live: ગાંધીનગરથી અમિત શાહ આગળ

ગાંધીનગરથી અમિત શાહ આગળ.


નવસારી બેઠકથી સી.આર.પાટીલ આગળ. 


આણંદથી ભાજપના મિતેશ પટેલ આગળ. 


અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ આગળ. 


વડોદરાથી ભાજપના હેમાંગ જોશી આગળ.


પોરબંદરથી મનસુખ માંડવીયા આગળ. 


અમદાવાદ પશ્ચિમ બેઠકથી ભાજપ આગળ.


પાટણથી કૉંગ્રેસના ચંદનજી ઠાકોર આગળ. 


મુંબઈ નોર્થ બેઠકથી પિયુષ ગોયલ આગળ. 

Gujrat Election Result Live: શરૂઆતી વલણમાં NDA 7, ઈન્ડિયા ગઠબંધન 3 બેઠક પર આગળ

શરૂઆતી વલણમાં NDA 7, ઈન્ડિયા ગઠબંધન 3 બેઠક પર આગળ


ગાંધીનગરથી અમિત શાહ આગળ.


નવસારી બેઠકથી સી.આર.પાટીલ આગળ .


 

Gujrat Election Result Live: ભાવનગર બોટાદ લોકસભા બેઠક માટે સરકારી ઇજનેર કોલેજ ખાતે મત ગણતરીની કામગીરી શરૂ કરાઈ

ભાવનગર બોટાદ લોકસભા બેઠક માટે સરકારી ઇજનેર કોલેજ ખાતે મત ગણતરીની કામગીરી શરૂ કરાઈ.


ભાવનગર લોકસભા ની બેઠક માટે પ્રથમ પોસ્ટર બેલેટ પેપર ની મત ગણતરી સરુ કરાઇ છે.


પોસ્ટર બેલેટમાં ૧૧,૯૨૩ નું થયું છે મતદાન.


ભાવનગર ૭ વિધાનસભા માં કુલ ૧૪૪ રાઉન્ડ માં થશે મત ગણતરી.

Gujrat Election Result Live: પોસ્ટલ બેલેટનું પ્રથમ વલણ આવ્યુ સામે

પોસ્ટલ બેલેટનું પ્રથમ વલણ આવ્યુ સામે.


શરૂઆતી વલણમાં ભાજપ ત્રણ બેઠક પર આગળ. 


યુપીની સિતાપુર બેઠકથી ભાજપ આગળ.


કાનપુર બેઠકથી ભાજપ આગળ.


આણંદ બેઠકથી ભાજપ આગળ.


યુપીની ચંદૌલી બેઠકથી ભાજપ આગળ.


ગુજરાતની એક બેઠકનું વલણ આવ્યુ સામે.

Gujrat Election Result Live: તમામ મતકેન્દ્રો પર ખુલી ગયા છે સ્ટ્રોંગરૂમ 

તમામ મતકેન્દ્રો પર ખુલી ગયા છે સ્ટ્રોંગરૂમ. ટૂંક જ સમયમાં પોસ્ટલ બેલેટની શરૂ થશે મતગણતરી. પોસ્ટલ બેલેટની મતગણતરી પૂર્ણ થતા જ EVMની ગણતરી. ઉમેદવારો મતગણતરી કેન્દ્રો પર પહોંચવાના શરૂ. 542 બેઠકો પર હાથ ધરાશે મતગણતરી. મતગણતરીનું મહાકવરેજ abp અસ્મિતા. સૌથી ઝડપી અને સચોટ પરિણામ.

Gujrat Election Result Live: ગાંધીનગર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલને સારા પરિણામની આશા

ગાંધીનગર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલને સારા પરિણામની આશા છે. તેમણે દાવો કર્યો છે કે કોંગ્રેસ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં ખૂબ સારા પરિણામો લાવશે. આ વખતે મતદારો ભાજપ સાથે નથી.





Gujrat Election Result Live: સુરેન્દ્રનગરમાં સવારે ૮.૦૦ વાગ્યા થી મત ગણતરી હાથ ધરવામાં આવશે

સુરેન્દ્રનગર શહેરની એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે આજે સવારે ૮.૦૦ વાગ્યા થી મત ગણતરી હાથ ધરવામાં આવશે.


લોકસભાની ચૂંટણીમાં સમાવિષ્ટ ૦૭ વિધાનસભા બેઠકો માટે ફૂલ ૧૫૬ રાઉન્ડ અને ૯૮ ટેબલ પર હાથ ધરાશે મત ગણતરી.


પોસ્ટલ બેલેટની મત ગણતરી અલગ થી ૦૩ ટેબલ પર કરવામાં આવશે.


૧૫૦૦ થી વધુ કર્મચારીઓ મત ગણતરી પ્રક્રિયામાં જોડાશે.


ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સવાર થી મત ગણતરીનો પ્રારંભ થશે.


બપોર સુધીમાં મત ગણતરી પૂર્ણ થતા હાર જીતનું ચિત્ર સ્પષ્ટ થવાની શક્યતાઓ.


ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો.

Gujrat Election Result Live: પોસ્ટલ બેલેટની ગણતરી પહેલા શરૂ થશે

પોસ્ટલ બેલેટની ગણતરી પહેલા કરવામાં આવશે. આ પછી ઈવીએમના મતોની ગણતરી કરવામાં આવશે. દેશભરમાં 10 લાખ 50 હજાર મત ગણતરી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.

Gujrat Election Result Live: ભાવનગર લોકસભા બેઠકની મત ગણતરી શહેરના વિદ્યાનગર સરકારી ઈજનેરી કોલેજ ખાતે થોડી વારમાં શરૂ થશે

ભાવનગર લોકસભા બેઠકની મત ગણતરી શહેરના વિદ્યાનગર સરકારી ઈજનેરી કોલેજ ખાતે થોડી વારમાં શરૂ થશે.


ભાવનગર લોકસભા બેઠક પર કુલ 98 ટેબલ પર થશે મત ગણતરી.


ઇવીએમ માં કુલ 1033629 મતો ની થશે ગણતરી, તેમજ પોસ્ટલ બેલેટના કુલ 11923 મતો ની થશે ગણતરી.


7 વિધાનસભાનાં 7 હોલ અને 3 એવા હશે. જેમાં બેલેટ પેપરની ગણતરી થશે. 7 વિધાનસભામાં લગભગ 785 જેટલા મત ગણતરી એજન્ટોની નિમણૂક કરવામાં આવેલી છે.


મત ગણતરીમાં અંદાજીત 1500 જેટલા કર્મચારીઓ જોડાશે. 


ભાવનગર લોકસભા બેઠકની 7 વિધાનસભાની બેઠક દીઠ કુલ 98 ટેબલ પર ઇવીએમ ની મત ગણતરી કરવામાં આવશે.


લોકસભા બેઠકમાં ઇવીએમ ની કુલ 144 રાઉન્ડમાં મત ગણતરી કરવામાં આવશે.


તેમજ પોસ્ટલ બેલેટ માટે કુલ 37 ટેબલો પર બેલેટ પેપર ની મત ગણતરી કરવામાં આવશે.


મત ગણતરીની સમગ્ર પ્રક્રિયાનું સીસીટીવી દ્વારા મોનીટરીંગ કરવામાં આવશે.

Gujrat Election Result Live: બનાસકાંઠા લોકસભા સીટની 23 રાઉન્ડમાં હાથ ધરાશે મતગણતરી

લોકસભા બનાસકાંઠા બેઠકની મતગણતરી એન્જીનિયરિંગ કોલેજ, જગાણા ખાતે યોજાશે.


 સવારે 8 વાગ્‍યાથી શરૂ થશે મતગણતરી.


 બનાસકાંઠા બેઠક પર 13 લાખ 62,હજાર 628  મતદારો એ કર્યું છે મતદાન.


 ૧૧, ૪૭૫  પોસ્ટલ બેલેટની મતગણતરી થશે. 


બનાસકાંઠા લોકસભા બેઠકમાં સમાવિષ્‍ટ સાત વિધાનસભા મતદાર વિભાગ મુજબ અલગ-અલગ રૂમમાં ૧૪ ટેબલની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.


 દરેક ટેબલ ઉપર એક મતગણતરી સુપરવાઇઝર, એક માઇક્રોઓબ્‍ઝર્વર અને એક મતગણતરી સહાયક રહેશે. 


 મતગણતરી માટે કુલ 862 થી વધુ અધિકારી/ કર્મચારીઓ ફરજ બજાવશે. 
      
જિલ્લા પોલીસ વડા સહિત 3 DYSP, 7 PI,  37 PSI, 337 પોલીસ સ્ટાફ, 92 મહિલા પોલીસ કર્મચારીઓ અને 12 ઘોડેસવાર પોલીસ જવાનો સમગ્ર મતગણતરી કેન્દ્રની સુરક્ષામાં ખડેપગે ફરજ નિભાવશે.


બનાસકાંઠા લોકસભા ચૂંટણી માં ભાજપ કોંગ્રેસ બસપા સહિત  કુલ 12 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં.

બ્રેકગ્રાઉન્ડ

Gujarat Lok Sabha Election Results 2024 Live: આજે લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર કરવામાં આવશે. ગુજરાતની 26 બેઠકમાંથી બીજેપી સુરત બેઠક બિનહરિફ જીતી ચૂકી છે ત્યારે રાજ્યની 25 બેઠકોના પરિણામ જાહેર કરાશે. તમામ નજર બનાસકાંઠા બેઠક પર રહેશે. અહી કોગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે અને એક્ઝિટ પોલમાં તેમની જીતની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી. 


પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 102 બેઠકો પર મતદાન થયું હતું


પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થયું હતું. આ સમયગાળા દરમિયાન 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં લોકસભાની કુલ 102 બેઠકો પર મતદાન થયું હતું.


બીજો તબક્કામાં 26 એપ્રિલે  89 બેઠકો પર મતદાન થયું હતું


બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થયું હતું. બીજા તબક્કામાં દેશોના 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાન થયું હતું.  દેશની 89 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.


ત્રીજા તબક્કામાં 7મેના રોજ 94 બેઠકો પર મતદાન થયું હતું


ત્રીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 94 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.


ચોથા તબક્કામાં 13 મેના રોજ  96 બેઠકો પર મતદાન થયું હતું


ચોથા તબક્કા હેઠળ 13 મેના રોજ મતદાન થયું હતું. આ સમયગાળા દરમિયાન દેશના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.


પાંચમા તબક્કામાં  20 મેના રોજ 49 બેઠકો પર મતદાન થયું હતું


પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થયું હતું. આ સમયગાળા દરમિયાન 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.


છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ  57 બેઠકો પર મતદાન થયું હતું


છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન થયું હતું. આ દિવસે દેશના સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.


સાતમા તબક્કામાં 57 સીટો પર 1 જૂને મતદાન થયું હતું


સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન 1 જૂને થયું હતું. છેલ્લા તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થયું હતું. આ દરમિયાન 57 લોકસભા સીટો પર મતદાન થયું હતું.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.