ગાંધીનગરઃ 23 એપ્રિલે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર મતદાન પૂર્ણ થઇ ગયું છે. ગુજરાતમાં સરેરાશ 63.67 ટકા મતદાન થયું છે. ગુજરાતની 26 બેઠકો સિવાય બિહાર 5, છત્તીસગઢ 7, કાશ્મીર એક, આસામ ચાર, કર્ણાટક 14, ઉ. પ્રદેશ 10, પ. બંગાળની 5, મહારાષ્ટ્રની 14, ઓડિશાની છ બેઠકો માટે પણ આજે મતદાન થયું હતું.


મતદાન પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની પ્રજાનો આભાર માન્યો હતો. તે સિવાય રૂપાણીએ ભાજપના કાર્યકરો અને મીડિયાનો આભાર માન્યો હતો. રૂપાણીએ કહ્યું કે, રાજ્યમાં શાંતિપૂર્ણ મતદાન થયું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 26 સીટ પર 371 ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ થઇ ગયા છે જે 23 મેના રોજ પરિણામ આવશે.

70 ટકા સાથે વલસાડમાં સૌથી વધુ મતદાન નોંધાયું હતું. કચ્છ બેઠક પર 53.38 ટકા, બનાસકાંઠા પર 61.44 ટકા, પાટણ પર 58.91 ટકા, મહેસાણા પર 61.16 ટકા,સાબરકાંઠા બેઠક પર 61.91 ટકા, ગાંધીનગર બેઠક પર 61.18 ટકા, અમદાવાદ ઇસ્ટ પર 55.51 ટકા, અમદાવાદ વેસ્ટ પર 55.12, સુરેન્દ્રનગર પર 53.40, રાજકોટ પર 58.03 ટકા, પોરબંદર પર 52.72, જામનગર પર 57.34 ટકા, જૂનાગઢ પર 55.97 ટકા, અમરેલી પર 51.48 ટકા, ભાવનગર પર 53.38 ટકા, આણંદ પર 62.88 ટકા, ખેડા પર 56.56 ટકા, પંચમહાલ 56.84 ટકા, દાહોદ પર 62.40 ટકા, વડોદરા પર 63.57 ટકા, છોટાઉદેપુર પર 64.12 ટકા, ભરૂચ પર 69.42 ટકા, બારડોલી પર 69.01 ટકા, સુરત 60.84 ટકા, નવસારી 63.29 ટકા, વલસાડ પર 70.61 ટકા મતદાન નોંધાયું હતું.