Gujrat election 2022:રાજકોટ જિલ્લાની ગોંડલ બેઠક પર દિલચસ્પ જંગ જામશે કારણે કે, અહીં ત્રણ મહિલા ઉમેદવાર સામે એક પુરુષ ઉમેદવાર મેદાને છે.
સૌરાષ્ટ્ર ની હાઈ પ્રોફાઈલ ગણાતી 73-વિધાનસભા ગોંડલ મત વિસ્તાર માટે ગોંડલમાં 4 પક્ષો વચ્ચે ચૂંટણી જંગ જામશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે અત્યાર સુધીમાં 14 ઉમેદવાર મહિલાને મેદાને ઉતારી છે તો ક્રોગેંસે 10 ઉમેદવાર પર કળશ ઢોળ્યો છે. જ્યારે વિધાનસભાની હાઇ પ્રોફાઇલ ગણાતી આ બેઠક પર ચતુષ્કોણિય રસપ્રદ જંગ જામશે. અહીં ભાજપ તરફથી ગીતાબા જાડેજા મેદાને છે તો કોંગ્રેસના યતિશભાઈ દેસાઈ ચૂંટણી લઇ રહ્યાં છે અને તેની સામે NCPએ રેશ્મા પટેલને મેદાને ઉતાર્યાં છે. AAPના નિમિષાબેન ખૂંટ ચૂંટણી લડી રહગ્યાં છે. અહીં ત્રણ મહિલા અને એક પુરુષ છે મેદાનમાં છે. આ હાઇપ્રોફાઇલ બેઠક પર કોણ મેદાન મારશે તે જોવું રહ્યું.
Gujrat election 2022: ગાંધીનગરની આ 4 બેઠક પર અલ્પેશ ઠાકોરની ટિકિટ લગભગ નિશ્ચિત
Gujrat election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે 160 ઉમેદવાની યાદી જાહેર કરી છે તો કોંગ્રેસ બીજી 46 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ગાંધીનગરની બાકી રહેલી 4 પર પેંચ ફસાયો હતો. જે હવે ઉકેલાય ગયો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે 160 ઉમેદવાની યાદી જાહેર કરી છે તો કોંગ્રેસ બીજી 46 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ગાંધીનગરની બાકી રહેલી 4 બેઠક પર પેંચ ફસાયો હતો. જે હવે ઉકેલાય ગયો છે.
ગાંધીનગરની બાકી રહેલી 4 બેઠક પર ફસાયેલો પેંચ હવે ઉકેલાયો છે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ ચારમાંથી પૈકી એકને પાટાદાર, એક ચૌધરી અને બે બેઠક ઠાકોર ઉમેદવારને જાય તેવી સંકેત મળી રહ્યાં છે. ગાંધીનગરની ઉત્તર બેઠકમાં પાટીદાર ઉમેદવારની શક્યતા વધુ પ્રબળ દેખાઇ રહી છે. તો માણસાની બેઠક પર ચૌધરી ઉમેદવારની ટિકિટ મળી શકે છે. જ્યાં અમિત ચૌધરીનું નામ રેસમાં આગળ છે. તો ગાંધીનગર પશ્ચિમ બેઠક પર અલ્પેશનનું નામ લગભગ નિશ્ચિત છે. ગાંધીનગર ઉત્તર બેઠકમાં પૂર્વ મેયર રીટા પટેલનું નામ પણ વધુ ચર્ચામાં છે. કાલોલ બેઠક પર પાટીદારને માન્ય હોય તેવા ઉમેદવારને ટિકિટ મળી શકે છે.પાટણની રાધનપુર બેઠક પર ઠાકોર સમાજના આગેવાનને ટિકિટ મળી શકે છે.