T20 World Cup 2022, IND vs ENG: ગઇકાલે એડિલેડના મેદાન પર ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે આઇસીસી ટી20 વર્લ્ડકપની સેમિ ફાઇનલ મેચ રમાઇ હતી, આ મેચમાં ઇંગ્લિશ ટીમે ભારતીય ટીમને શાનદાર એકતરફથી રીતે હરાવીને વર્લ્ડકપની ફાઇનલ મેચમાં પ્રવેશ મેળવી લીધો છે. હવે રવિવારે ઇંગ્લિશ ટીમની ટક્કર પાકિસ્તાન સામે થવાની છે.
ભારતની કારમી હાર પર સોશ્યલ મીડિયા પર ફેન્સ ટીમ ઇન્ડિયાને સતત સવાલો કરી રહ્યાં છે, અને પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે કે છેવટે નૉકઆઉટ મુકાબલાઓમાં કેમ હારી જાય છે ટીમ, સેમિ ફાઇનલ કે ફાઇનલમાં જ કેમ હારી જાય છે ટીમ ઇન્ડિયા ? ભારતીય ટીમનો આ સિલસિલો ખુબ જુનો છે, જાણો ક્યારે ક્યારે હારી છે ટીમ ઇન્ડિયા.......
જુનો છે આ સિલસિલો -
ખરેખરમાં, આ કોઇ પહેલીવાર નથી બન્યુ કે જ્યારે નૉકઆઉટ મેચ હોય અને ટીમ ઇન્ડિયા હારી ગઇ હોય. આ પહેલા વર્ષ 2014 T20 વર્લ્ડકપ ફાઇનલમાં શ્રીલંકાએ ભારતને હરાવ્યુ હતુ, આ પછી વનડે વર્લ્ડકપ 2015, ટી20 વર્લ્ડકપ 2016, આઇસીસી ચેમ્પીયન્સ ટ્રૉફી 2017, વનડે વર્લ્ડકપ 2019, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની નૉકઆઉટ મેચોમાં ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો છે. વળી, હવે T20 વર્લ્ડકપ 2022ની સેમિ ફાઇનલમાં પણ ઇંગ્લેન્ડના હાથે માત મળી છે. ટીમ ઇન્ડિયા અનેકવાર આવા સમયમાંથી પસાર થઇ ચૂકી છે.
દબાણ નથી ઝીલી શકતી ટીમ ઇન્ડિયા ?
ખરેખરમા, સોશ્યલ મીડિયા પર કેટલાય ફેન્સ સવાલો કરી રહ્યાં છે, કે શું ટીમ ઇન્ડિયા નૉકઆઉટ મેચમાં દબાણ નથી ઝીલી શકતી. ભારતીય ખેલાડીઓ મહત્વની મેચોમાં જ દબાણ આગળ ઘૂંટણી ટેકી દેતા હોય છે. જોકે, આનો જવાબ હાલ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ પાસે નથી, કે દિગ્ગજો કે પછી ટીમ મેનેજમેન્ટ પાસે પણ નથી.
IND vs ENG: ભારતની હારથી ગુસ્સે ભરાયા દિગ્ગજો, આ રીતે કાઢી ટીમ ઇન્ડિયાની ઝાટકણી, જુઓ.......
India vs England: ગઇકાલે રમાયેલી આઇસીસી ટી20 વર્લ્ડકપની બીજી સેમિ ફાઇનલમાં ભારતીય ટીમની ઇંગ્લિશ ટીમ સામે કારમી હાર થતાં જ લોકોનો ગુસ્સો ફૂટ્યો હતો. આ કડીમાં પૂર્વ દિગ્ગજોએ ટીમ ઇન્ડિયાની ઝાટકણી કાઢી હતી, અને ઇંગ્લિશ ટીમની રમતની પ્રસંશા કરી હતી.
હાર બાદ એક પછી એક દિગ્ગજો ટ્વીટ કરીને જુદીજુદી વાત કહી રહ્યાં હતા, કોઇએ ભારતની હાર પર મજાક ઉડાવી તો, કોઇએ ઇંગ્લિશ ટીમની પ્રસશા કરી. આમાં ભારતીય દિગ્ગજોથી લઇને પાકિસ્તાની દિગ્ગજો પણ સામેલ હતા.
ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલમાં હાર બાદ, ભારતના ભૂતપૂર્વ દિગ્ગજ ઓપનર વીરેન્દ્ર સેહવાગે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે 'ભારત બોલિંગને લઈને સંપૂર્ણપણે ક્લૂલેસ જોવી મળી. હેલ્સ અને બટલર ભારતીય અટેક માટે ખૂબ જ સારા હતા'.
ભારતના ભૂતપૂર્વ સ્પિનર અમિત મિશ્રાએ કહ્યું હતું કે 'દિલ તૂટી ગયું છે, ઇંગ્લેન્ડે ફાઇનલમાં પહોંચવા માટે તમામ શક્તિ લગાવી દીધી છે. નેક્સ્ટ ટાઈમ બેટર લક'.
ભારતના ભૂતપૂર્વ ઓપનર વસીમ જાફરે કહ્યું કે 'ભારત માટે દિલ તૂટે તેવુ પરંતુ આ મોટી મેચ જીતવા અને ફાઇનલમાં પહોંચવા માટે ઈંગ્લેન્ડની ટીમને અભિનંદન.
ઈંગ્લેન્ડની ટીમને અભિનંદન આપતા ભારતના ભૂતપૂર્વ બોલર ઈરફાન પઠાણે કહ્યું કે 'ઈંગ્લેન્ડ તમે હંમેશા ખૂબ સારી ટીમ રહો, શુભેચ્છાઓ. ટીમ ઈન્ડિયાએ ઘણું શીખવા જેવું છે અને આગલી વખતે મજબૂત વાપસી કરો.
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પાએ કહ્યું કે, 'જોશ બટલર અને એલેક્સ હેલ્સ બંનેએ શાનદાર ઇનિંગ્સ રમી હતી. ભારત માટે દિલ તૂટે તેવી હાર
તે જ સમયે, પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે ભારતની હાર પર એક ફની તસવીર મૂકી અને ટીમ ઈન્ડિયા બહાર થવા પર કટાક્ષનો પ્રયાસ કર્યો.
પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ખેલાડી શોએબ અખ્તરે આ હાર પર કહ્યું કે '170-0 એક એવો આંકડો છે જે આવનારા સમય માટે પરેશાન કરનારો છે. ટફ ગેમ ઈન્ડિયા
પાકિસ્તાનના પૂર્વ સ્પિનર સઈદ અજમલે ભારતની હાર પર કહ્યું કે 'ઈંગ્લેન્ડને અભિનંદન. જોશ બટલર અને એલેક્સ હેલ્સ વચ્ચે એકદમ શાનદાર ભાગીદારી. હાર્ડ લક ઈન્ડિયા. હાર્દિક અને વિરાટની ઇનિંગ્સ શાનદાર રહી હતી પરંતુ કમનસીબે ફાઇનલમાં જગ્યા બનાવી શક્યા ન હતા.