ચંદીગઢઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ 22 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં 3 મહિલાને પણ ટિકિટ આપવામં આવી છે.


આમ આદમી પાર્ટીએ યોગેશ્વર શર્મા(પંચકૂલા), અંશુલ કુમાર અગ્રવાલ (અંબાલા સિટી), ગુરુદેવ સિંહ સૂરા (લાડવા), અનૂપ સંધૂ (અસંધ), રાજકુમાર પહલ(જુલાના), લક્ષ્ય ગર્ગ (ફતેહાબાદ), મંજીત રંગા (ઉકલાના), સંદીપ લોહડા (નારનૌંદ), મનોજ રાઠી (હાંસી), અનુપ સિંહ (બરવાલા) અને પવન હિંદુસ્તાની(તૌશામ)થી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

આ ઉપરાતં મુનિપાલ અત્રી (ગઢી સાંપલા કિલોઈ), અનીતા છિકારા (બહાદુરગઢ), અશ્વની દુલ્હેરા (બેરી), અજય શર્મા(મહેન્દ્રગઢ), રણબીર સિંહ રાઠી (ગુરુગ્રામ), કરન સિંહ ડાગર (હોડલ), કુલદીપ કૌશિક (પલવલ), સંતોષ યાદવ (ફરીદાબાદ એનઆઈટી), ધર્મવીર ભડાના (બડખલ), હરેન્દ્ર ભાટી (વલ્લભગઢ) અને કુમારી સુમનલતા વશિષ્ઠ (ફરીદાબાદ)ને ઉમેદવાર જાહેર કર્યા છે.

90 સભ્યોવાળી હરિયાણા વિધાનસભા માટે 21 ઓક્ટોબરે મતદાન થશે અને 24 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે.

Howdy Modi:  ભારતીયોમાં ભારે ઉત્સાહ, મોદીને સાંભળવા લગાવી લાઈનો

અજમેરઃ રાજકોટ આવતી બસનો ટ્રેલર સાથે અકસ્માત, 5 લોકોના મોત

ધોનીની ક્યારે થશે ટીમ ઈન્ડિયામાં વાપસી, જાણો વિગતે