રાવે લખ્યું, પ્રતિભાશાળી, સન્માનનીય અને ધ વોલના નામથી જાણીતા ક્રિકેટર રાહુલ દ્રવિડ સાથે બેંગલુરુમાં મુલાકાત કરી. રાષ્ટ્રીય એકતા અભિયાન અંતર્ગત આ મુલાકાતમાં રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ મુરલીધર રાવ પણ હાજર રહ્યા અને તેમને જમ્મુ-કાશ્મીરથી કલમ 370 તથા 35 એ દૂર કરવાના ફાયદા અંગે જણાવ્યું હતું. નડ્ડાએ એક ભારત, એક સંવિધાન વિષય પર બેંગલુરુમાં એક કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કલમ 370 પર વાતચીત કરી હતી.
તસવીરમાં જેપી નડ્ડાની સાથે દ્રવિડ વાત કરતો નજરે પડી રહ્યો છે. સાથે મુરલીધર રાવ અને અન્ય નેતા બેઠેલા છે. 46 વર્ષીય દ્રવિડ હાલ બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ)નો પ્રમુખ છે.
ગુજરાતની છ સીટો પર કેમ થઈ રહી છે વિધાનસભાની પેટા ચૂંટણી, જાણો કારણ
Howdy Modi: હ્યુસ્ટનમાં કેવું રહેશે હવામાન, જાણો વિગતે
કલમ 370માં કોંગ્રેસને રાજનીતિ દેખાય છે, અમને દેશભક્તિ: અમિત શાહ