Lok Sabha Elections 2024: મંડી સંસદીય મતવિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર કંગના રનૌતે કોંગ્રેસના ઉમેદવાર અને સરકારના જાહેર બાંધકામ મંત્રી વિક્રમાદિત્ય સિંહને હરાવ્યા હતા. વિક્રમાદિત્ય સિંહ અને કંગના રનૌત વચ્ચે મતોનો તફાવત 74755 છે. મોટી હારનો સામનો કર્યા બાદ કોંગ્રેસના ઉમેદવાર વિક્રમાદિત્ય સિંહે કંગના રનૌતને જીત માટે અભિનંદન પાઠવ્યા છે.


વિક્રમાદિત્ય સિંહે એમ પણ કહ્યું કે જનતાએ કોંગ્રેસને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. આ માટે તે તેમનો આભાર વ્યક્ત કરવા માંગે છે. તેમણે કહ્યું કે 34 વર્ષની ઉંમરમાં 4.50 લાખ વોટ મેળવવી નાની વાત નથી. તેમણે કહ્યું કે આ તેમના માટે ભવિષ્યની વોટ બેંક છે.


હું ન હતો લડવા માંગતો લોકસભા ચૂંટણી - વિક્રમાદિત્ય સિંહ 
વિક્રમાદિત્ય સિંહે કહ્યું કે તેઓ લોકસભાની ચૂંટણી લડવા માંગતા ના હતા, પરંતુ તેમણે તેને પડકાર તરીકે સ્વીકારી હતી. વિક્રમાદિત્ય સિંહે કહ્યું કે ચૂંટણી દરમિયાન પણ તેઓ કહેતા રહ્યા કે તેઓ લોકસભા ચૂંટણી લડવા નથી માંગતા. તેણે ટિકિટ માટે અરજી પણ કરી ન હતી. વિક્રમાદિત્ય સિંહે કહ્યું કે તેઓ મંડી સંસદીય મતવિસ્તારમાં મળેલા જનમતનું તેઓ દિલથી સ્વાગત કરે છે.


બીજેપીએ કરી ધ્રુવીકરણની કોશિશ- વિક્રમાદિત્ય સિંહ 
વિક્રમાદિત્ય સિંહે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણીમાં ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ કર્યો. જેનો જવાબ ભારતીય જનતા પાર્ટીએ આપ્યો હતો. ભાજપ અયોધ્યા સીટ પણ જીતી શકી નથી. તેમણે કહ્યું કે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો મુખોટું હટાવીને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો મોખોટું પહેરવું જોઈએ.


વાસ્તવમાં વિક્રમાદિત્ય સિંહે નરેન્દ્ર મોદીને હાર્ડકોરના બદલે પોતાની ઇમેજ નરમ બનાવવાની સલાહ પણ આપી હતી. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આક્રમક છબી પણ ભાજપ માટે નુકસાનકારક સાબિત થઈ છે.


સરકાર બનાવવા જોડ-તોડની રાજનીતિ શરૂ, TDP-JDU સાથે વાત કરશે કોંગ્રેસ


લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવવા લાગ્યા છે. એનડીએ અને ઈન્ડિયા ગઠબંધન વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. દરમિયાન, વલણોથી ઉત્સાહિત કોંગ્રેસ સરકાર રચવા માટે TDP અને JDU સાથે વાત કરવા જઈ રહી છે. અત્યાર સુધીના ટ્રેન્ડમાં TDP અને JDU આગળ છે. એવું માનવામાં આવે છે કે જો વલણો પરિણામમાં બદલાશે તો ઇન્ડિયા ગઠબંધન એનડીએને નબળું કરીને સરકાર બનાવવાનો દાવો કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ સરકાર રચવા માટે ટીડીપી અને  જેડીયુ સાથે વાત કરી શકે છે.


સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસે જેડીયુ નેતા લલન સિંહનો સંપર્ક કર્યો છે. ટીડીપીને ઈન્ડિયા ગઠબંધનમા લાવવાના પ્રયાસો ચાલુ છે. અહેવાલ છે કે સોનિયા ગાંધીના સારથિ કેસી વેણુગોપાલે ટીડીપી ચીફ ચંદ્રબાબુ નાયડુના પુત્ર નારા લોકેશ સાથે વાત કરી છે.


લોકસભા ચૂંટણીમાં 543 બેઠકોના વલણોમાં ઇન્ડિયા ગઠબંધન 228 બેઠકો પર આગળ છે. અત્યાર સુધી એનડી 300 બેઠકો પર આગળ છે. ઇન્ડિયા ગઠબંધન એનડીએને જોરદાર ટક્કર આપી રહ્યું છે. 20 બેઠકો એવી છે કે જે અન્યના ફાળે જાય તેમ જણાય છે. આવી સ્થિતિમાં ઇન્ડિયા ગઠબંધન આત્મવિશ્વાસમાં છે. એવું માનવામાં આવે છે કે જો આ વલણ બદલાશે તો ઇન્ડિયા ગઠબંધન પોતાને વધુ મજબૂત બનાવવામાં કોઈ કસર છોડશે નહીં. આ માટે તેને જેડીયુ અને ટીડીપીની સૌથી વધુ જરૂર પડશે.


માત્ર TDP અને JDU શા માટે?


લોકસભા ચૂંટણીના વલણો ઇન્ડિયા ગઠબંધન માટે મોટી આશા બની ગયા છે, જો કે અત્યાર સુધી ગઠબંધન 272ના જાદુઈ આંકડાથી દૂર જણાય છે. જો ટ્રેન્ડ બદલાય છે તો ઇન્ડિયા ગઠબંધનને લગભગ 30 સીટોની જરૂર પડી શકે છે, આ માટે બહુમતીમાં દેખાઈ રહેલ NDAને તોડવું પણ જરૂરી છે. આ માટે ટીડીપી અને જેડીયુ ઇન્ડિયા ગઠબંધન માટે મોટો વિકલ્પ બની શકે છે. લોકસભા ચૂંટણીમાં બિહારમાં જેડીયુ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે, જે હાલમાં 16 સીટો પર ચૂંટણી લડી રહી છે. બીજી તરફ ટીડીપી 15 સીટો પર આગળ છે.


ખડગેએ 295 બેઠકો પર જીતનો દાવો કર્યો હતો


લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાના મતદાન બાદ દિલ્હીમાં ઈન્ડિયા એલાયન્સની મોટી બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં તમામ ગઠબંધન પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો. આ પછી મીડિયા સાથે વાત કરતા ખડગેએ દાવો કર્યો હતો કે ઇન્ડિયા ગઠબંધન ઓછામાં ઓછી 295 સીટો જીતી રહ્યું છે.