Amreli Lok Sabha Seat: ગુજરાતની 26માંથી 25 બેઠકો પર (Gujarat lok sabha elections results) ત્રીજા તબક્કામાં સાતમી મેએ મતદાન થયું હતું.  સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીત થઈ હતી. ત્યારે આજે 25 બેઠકોના પરિણામ જાહેર થયા. આ વખતે ભાજપ ગુજરાતમાં 26 બેઠક જીતવાની હેટ્રિક કરી શકી નથી. બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભાજપની હેટ્રિક રોકી છે.


આ દરમિયાન અમરેલી લોકસભા (amreli lok sabha seat) બેઠકની મતગણતરી પુર્ણ થઈ ગઈ છે. જેમાં ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા નો વિજય થયો છે. ભરત સુતરીયા (bharat sutariya) એ તમામ રેકોર્ડ તોડ્યા છે. ભરત સુતરીયાનો ૩ લાખ ૧૯ હજારથી વધુ મતોથી વિજય થયો છે. ભાજપના ઉમેદવારને મળેલા કુલ મતો : ૫,૭૭,૮૨૦ છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવારને (congress candidate jenny thummar) મળેલા કુલ મતો : ૨,૫૮,૨૩૧ છે. અમરેલી લોકસભા બેઠકની તમામ સાતે સાત વિધાનસભામાં ભાજપને લીડ મળી છે. કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુંમરને મળેલા કુલ મતો કરતા વધારે મતોની લીડથી ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાનો વિજય થયો છે.


કોણ છે ભરત સુતરીયા


ભરત સુતરીયા વર્તમાન સમયમાં અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ છે. ભરત સુતરીયા લાઠીના બારૈયા ગામનો છે. તેઓ લેઉવા પાટીદાર સમાજના છે. ભરત સુતરીયા વ્યવસાયે ખેડૂત છે, અને શિક્ષણમાં ધોરણ-10 પાસ છે. તેઓ 1991 થી ભાજપ કેડર છે. તેઓ 2009-11 દરમિયાન પાર્ટીના તાલુકા જનરલ સેક્રેટરી હતા. ભરત સુતરીયા 2010-15 દરમિયાન તાલુકા પંચાયતના પ્રમુખ હતા. ભરત સુતરીયા 2019 પછી નગરપાલિકા પ્રભારી હતા. છેલ્લા છ મહિનાથી તેઓ અમરેલીના જિલ્લા પંચાયત પ્રમુખ છે. અમરેલી લોકસભા બેઠકના વર્તમાન ભાજપના સાંસદ નારણભાઈ કાછડીયા છે.