જામનગર: જામનગરમાં હોલી પાર્ટી પ્લોટ ખાતે કેસુડો ઈવેન્ટમાં હાર્દિક પટેલ ધુળેટી રમવા પહોંચ્યો હતો. પરંતુ સ્ટેજ પર ચડતાંની સાથે જ લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા. આ જોઈને હાર્દિક પટેલ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયો હોય તેમ તેના ચહેરા પર હાવભાવ જોવા મળ્યાં હતા. હાર્દિક સ્ટેજ પર ચડીને માઈકમાં બોલતો હતો પણ લોકોએ તેને સાંભળ્યો નહોતો અને સતત મોદી-મોદીના નારા લગાવ્યા હતા. જેના કારણે હાર્દિકને પણ શરમજનક સ્થિતિમાં મુકાવાનો વારો આવ્યો હતો અને ત્યાંથી થોડીવારમાં ચાલ્યો ગયો હતો.



ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની અને તાજેતરમાં ભાજપમાં જોડાનાર રીવાબા પણ ધુળેટીની ઉજવણી કરવા કેસુડો ઇવેન્ટમાં પહોંચ્યા હતા. લોકોએ તેને આવકાર્યા હતા અને રીવાબાએ પણ લોકોની ઉજવણીમાં ઉત્સાહ વધાર્યો હતો.



તેમજ લોકોને મોદી-મોદીના નારા લગાવ્યા હતા. આમ એક જ ઈવેન્ટમાં પહોંચેલા રીવાબા અને હાર્દિક પટેલની હાજરી વખતે વિરોધાભાસ જોવા મળ્યો હતો. આ દરમિયાન હાર્દિક પટેલે માઈક હાથમાં લેતાં જ લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા.



જેથી ઇવેન્ટના સંચાલકે લોકોને શાંત રહેવા કહ્યું હતું. તેમજ આ આપણી સભ્યતા અને સંસ્કૃતિ નથી. આપણા જામનગરનું નાક કપાવવામાં તમે બધાં ઉભા થયા છો તેવું જણાવ્યું હતું.