Karnataka Election Results 2023: કર્ણાટકમાં કોંગ્રેસનો ભવ્ય વિજય, ભાજપની કારમી હાર, સિદ્ધારમૈયા, ડીકે શિવકુમાર અને ખડગે વચ્ચે યોજાઇ બેઠક
Karnataka Assembly Election Results 2023 Live: કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બનાવવી લગભગ નિશ્ચિત છે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ ડીકે શિવ કુમારને સીએમ પદના પ્રબળ દાવેદાર હોવાનું મનાઇ રહ્યું છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે ભાજપ કર્ણાટકની જનતાના જનાદેશને નમ્રતાથી સ્વીકારે છે. હું કર્ણાટકના મહેનતુ કાર્યકર્તાઓનો તેમના પ્રયાસો અને અમારા વિઝનમાં વિશ્વાસ દર્શાવનારા લોકોનો આભાર માનું છું. પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ લોકોના ભલા માટે કામ કરવાનું ચાલુ રાખશે અને રચનાત્મક વિપક્ષની ભૂમિકા ભજવીને સક્રિયપણે અવાજ ઉઠાવીશું.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આ એક મોટી જીત છે. જેના કારણે સમગ્ર દેશમાં એક નવી ઉર્જાનો સંચાર થયો હતો. ભાજપ અમને ટોણો મારતો હતો અને કહેતો હતો કે અમે 'કોંગ્રેસ મુક્ત ભારત' બનાવીશું. હવે સત્ય એ છે કે આ 'ભાજપ મુક્ત દક્ષિણ ભારત' છે.
ભાજપના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પાએ નિવેદન આપ્યું હતું કે અમે લોકોના મતદાન અધિકારનું સન્માન કરીએ છીએ. હવે અમે વિપક્ષની ભૂમિકા ભજવીશું અને કાર્યકરો સાથે બેસીને જ્યાં ભૂલ થઈ હશે ત્યાં વિચારમંથન કરીશું. ભાજપના કાર્યકરોએ પૂરી ઈમાનદારી અને મહેનતથી કામ કર્યું છે.
પૂર્વ સીએમએ કહ્યું કે ભાજપ માટે જીત અને હાર કોઈ મોટી વાત નથી. બે બેઠકોથી શરૂઆત કરીને ભાજપ આજે સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. અમને મત આપવા બદલ અમે જનતાનો આભાર માનીએ છીએ. પાર્ટીના કાર્યકરોએ આ પરિણામોની ચિંતા કરવાની જરૂર નથી.
કર્ણાટકના સીએમ બસવરાજ બોમ્મઇ કહ્યું કે અમે જનતાના નિર્ણયને સ્વીકારીએ છીએ. હારની જવાબદારી મારી છે. અમે વિશ્લેષણ કરીશું કે અમે ક્યાં ખોટું કર્યું.
કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલયમાં પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે કહ્યું કે અમે ગરીબો મુદ્દે લડ્યા. અમે આ ચૂંટણી પ્રેમથી લડ્યા. કર્ણાટકના લોકોએ અમને બતાવ્યું કે આ દેશ પ્રેમને પસંદ કરે છે. કર્ણાટકમાં નફરતનું બજાર બંધ થઈ ગયું છે. મોહબ્બતની દુકાનો ખુલી છે. આ તમામ લોકોની જીત છે. આ કર્ણાટકની જનતાની જીત છે. તેમણે કહ્યું કે અમે ચૂંટણી દરમિયાન કર્ણાટકની જનતાને 5 વચનો આપ્યા હતા. આ વચનો પ્રથમ દિવસે, પ્રથમ કેબિનેટમાં પૂર્ણ થશે.
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ વલ્લભે કર્ણાટકમાં જીતનો શ્રેય કર્ણાટકની 5 કરોડ જનતાને આપ્યો. એબીપી ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું કે સીએમ પદનો નિર્ણય કોંગ્રેસ નેતૃત્વ કરશે. કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનો પૂર્ણ કરશે.
કર્ણાટક કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સલીમ અહેમદે એબીપી ન્યૂઝ પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડીકે શિવકુમાર મુખ્યમંત્રી પદની રેસમાં એક મોટા દાવેદાર ર છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાએ કર્ણાટકમાં માહોલ બનાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી.
કર્ણાટકના ભાજપના રાજ્યસભા સાંસદ લહર સિંહ સિરોયાએ એબીપી ન્યૂઝ પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, "ભ્રષ્ટાચારનો આરોપ અમારા પર લાગેલો છે. તેથી જ સરકારના ઘણા મંત્રીઓ ચૂંટણી હારી ગયા. અમે યોગ્ય જવાબ આપી શક્યા નહીં. ટિકિટ વિતરણમાં સમસ્યા હતી. ગુજરાત મોડલ અપનાવવું જોઈતું હતું, નવા લોકોને તક આપવી જોઇતી હતી."
કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે કહ્યું, "જો તેઓ (ભાજપ) કરોડો રૂપિયા ખર્ચ કરે તો 'ઓપરેશન લોટસ' થઈ શકે છે, પરંતુ કોંગ્રેસને બહુમતી મળશે. કર્ણાટકમાં કોઈ સિંધિયા નથી. કર્ણાટકમાં મજબૂત કોંગ્રેસીઓ
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર કોંગ્રેસે હવે કર્ણાટકમાં 129 સીટો પર લીડ મેળવી લીધી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું, "સૌથી જૂની પાર્ટી જીતી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હારી ગયા છે." જયરામે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોંગ્રેસ સ્થાનિક મુદ્દાઓ પર ચૂંટણી લડી હતી, જ્યારે ભાજપે ધ્રુવીકરણ પસંદ કર્યું હતું.
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું, "હિમાચલ જીતે અબ કર્ણાટક જીતે, મતલબ હિમાલયથી સમુદ્ર સુધી કોંગ્રેસની સરકાર છે. ભાજપને સમજાઈ ગયું હતું કે આપણે હારવાના છીએ. મોદીને બદલે ભાજપના લોકોએ યોગી યોગી કરવાનું શરૂ કર્યું, બુલડોઝર ચલાવ્યું." તે દર્શાવે છે કે મોદીનો જાદુ ખતમ થઈ ગયો છે. આ જીત માટે બધાને અભિનંદન, કર્ણાટકની જનતાએ આપેલા નિર્ણયથી સ્પષ્ટ થઈ ગયું છે કે બજરંગબલી કોંગ્રેસની સાથે છે. અમે ભાજપ પાસેથી મોટા રાજ્યો છીનવી લીધા છે."
કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીની જીત જોઈને નેતાઓમાં ખુશીનો માહોલ છે. હવે ભારતીય યુથ કોંગ્રેસના પ્રમુખ શ્રીનિવાસ બીવીએ કહ્યું કે, "ભાજપ મુક્ત દક્ષિણ ભારત."
ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ કોંગ્રેસ 122 સીટો પર આગળ છે જ્યારે ભાજપ માત્ર 71 સીટો પર આગળ છે. જ્યારે જેડીએસ 24 સીટો પર આગળ છે. વોટ શેરમાં પણ કોંગ્રેસ આગળ છે. કોંગ્રેસને ભાજપ કરતા સાત ટકા વધુ વોટ શેર મળ્યા છે.
- ભાજપ 5 બેઠકો પર આગળ છે જ્યાં માર્જિન 1000થી ઓછું છે.
- કોંગ્રેસ 5 બેઠકો પર આગળ છે જ્યાં માર્જિન 1000થી ઓછું છે.
- જેડીસ 2 બેઠકો પર આગળ છે જ્યાં માર્જિન 1000થી ઓછું છે.
- અપક્ષો 2 બેઠકો પર આગળ છે જ્યાં માર્જિન 1000 કરતા ઓછું
ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયેલા જગદીશ શેટ્ટર ખરાબ રીતે પછડાટ મળ્યો છે. આ અંગે કર્ણાટક સરકારમાં મંત્રી સી.એન. અશ્વથ નારાયણે કહ્યું, "જગદીશ શેટ્ટરની હાર શરૂઆતથી જ નિશ્ચિત હતી. આ સમયે જનતાનો અભિપ્રાય કોંગ્રેસની તરફેણમાં જતો જોઈને આશ્ચર્ય થાય છે. અમે કર્ણાટકમાં સારું કામ કર્યું છે. મતગણતરી ચાલી રહી છે,. કંઈપણ કહવું વહેલું છે."
કર્ણાટકની જીતનો સંદેશો આપવા માટે દેશભરના પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયોમાં ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. કોંગ્રેસને બહુમતી મળતા કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો પાર્ટી કાર્યાલયની બહાર જશ્ન મનાવી રહ્યા છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. કોંગ્રેસ ભાજપથી સતત આગળ ચાલી રહી છે. કોંગ્રેસ 119 પર તોભાજપ 73 બેઠક પર જીતી રહી છે. મુખ્યમંત્રી બસવરાઇ બોમ્મઇનો વિજયનો શિવગાંવ બેઠક પરથી વિજય થયો છે
કોંગ્રેસ કર્ણાટકમાં પોતાના દમ પર અથવા JDS સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી શકે છે. ચૂંટણી પરિણામો વચ્ચે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને જેડીએસ નેતા એચ.ડી. કુમારસ્વામીએ શ્રી બસવેશ્વર ઉમા મહેશ્વરી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.
કોંગ્રેસના નેતા જગદીશ શેટ્ટર હુબલ્લી-ધારવાડ-મધ્ય બેઠક પર પાછળ ચાલી રહ્યા છે, જ્યારે રાજ્ય મંત્રી સી.એન. મલેશ્વરમથી અશ્વથ નારાયણ આગળ છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ચૂંટણી પંચના મતે કોંગ્રેસ-74, ભાજપ-45 અને જેડી(એસ)-16 આગળ છે.
કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં સૌથી વધુ 73.19% મતદાન નોંધાયું છે, જેમાં ચિક્કાબલ્લાપુર જિલ્લામાં સૌથી વધુ 85.56% મતદાન નોંધાયું છે. કોંગ્રેસને સૌથી વધુ 43 ટકા વોટ શેર મળ્યા છે જ્યારે ભાજપને અત્યાર સુધી માત્ર 36 ટકા વોટ મળ્યા છે.
કર્ણાટકના મુખ્યમંત્રી અને ભાજપના નેતા બસવરાજ બોમાઈ રાજ્યના હાવેરી જિલ્લાના શિગગાંવથી મતવિસ્તારથી આગળ છે. બસવરાજ બોમાઈ 1200 મતોથી આગળ છે. કોંગ્રેસના પઠાણ યાસિર અહેમદ ખાન બીજા સ્થાને છે, જ્યારે જનતા દળ (સેક્યુલર)ના શશિધર યેલિગર ત્રીજા સ્થાને છે.
ચૂંટણી પંચના તાજેતરના પરિણામો અનુસાર કર્ણાટકમાં કોંગ્રેસ 82 સીટો પર અને ભાજપ 52 સીટો પર આગળ છે. જ્યારે જેડીએસ 16 સીટો પર આગળ છે. ડી શિવકુમાર કનકપુરાથી લગભગ 5700 મતો સાથે આગળ ચાલી રહ્યા છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ટ્રેન્ડ મુજબ કોંગ્રેસ બહુમતનો આંકડો પાર કરી ગઈ છે. ભાજપ ખૂબ પાછળ છે. ભાજપ- 68, કોંગ્રેસ- 137, જેડીએસ- 17, અન્ય- 2.
કર્ણાટકની તમામ સીટો પર ટ્રેન્ડ આવી ગયો છે, જોકે હજુ સુધી કોઈ પાર્ટીને બહુમતી મળી નથી. ભાજપ અને કોંગ્રેસ બંનેએ સદી ફટકારી છે. ભાજપ- 104, કોંગ્રેસ- 104, જેડીએસ- 16.
કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસની જીત થતી જોવા મળી રહી છે. ટ્રેન્ડ મુજબ કોંગ્રેસની સદી કરી છે. ભાજપનો આંકડો 100થી ઓછો છે. અન્યના ખાતા પણ ખોલાયા નથી
- ભાજપ - 90
- કોંગ્રેસ - 112
- જેડીએસ- 19
- અન્ય - 0
કર્ણાટક વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ચૂંટણી પંચના પરિણામો અનુસાર ભાજપ અને કોંગ્રેસ 2-2 બેઠકો પર આગળ છે.
કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ સલીમ અહેમદે કહ્યું કે, અમને વિશ્વાસ છે કે અમે 130 બેઠકો પાર કરીશું અને કર્ણાટકમાં સ્થિર સરકાર બનાવીશું. કર્ણાટકના લોકો કોંગ્રેસની સરકાર ઈચ્છે છે, તેઓ દેશની સૌથી ભ્રષ્ટ સરકારને બદલવા માંગે છે.
Karnataka Election LIVE 2023: કર્ણાટકની તમામ 224 વિધાનસભા બેઠકો માટે પ્રારંભિક વલણો આવી ગયા છે. ટ્રેન્ડમાં કોંગ્રેસને બહુમતી મળી છે. કોંગ્રેસ 113 સીટો પર આગળ છે. જ્યારે ભાજપ 80 સીટો પર આગળ છે
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની મતગણતરી શરૂ થઇ ગઇ છે. શરૂઆતના વલણમાં ભાજપ અને કોગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. બંને પક્ષોના જીતના દાવા વચ્ચે આજે જોવું રહ્યું કે, ક્યો પક્ષ કર્ણાટક પર રાજ કરશે. 36 કેન્દ્રો પર મતગણતરી થઇ રહી છે. આજે કર્ણાટક વિધાનસભાની 224 બેઠકો પરના 2 હજાર 615 ઉમેદવારનું ભાવિ નક્કી થશે
કર્ણાટકમાં આ વખતે રેકોર્ડ મતદાન (73.19 ટકા) થયું છે. આ આંકડા ચૂંટણી પંચે જાહેર કર્યા છે. જે 2018ની ચૂંટણી કરતાં લગભગ એક ટકા વધુ છે. બેંગ્લોર ગ્રામીણમાં 85% અને જૂના મૈસૂરમાં 84% મતદાન થયું હતું. ચૂંટણી વિશ્લેષક અમિતાભ તિવારીના મતે, જ્યારે પણ મતદાનની ટકાવારી વધે છે, તે શાસક પક્ષને સૌથી વધુ અસર કરે છે.
વર્ષ 2018માં મુખ્ય મુકાબલો સત્તાધારી કોંગ્રેસ, વિપક્ષ ભાજપ અને BSP સાથે ગઠબંધન કરીને લડી રહેલા JDS વચ્ચે હતો. ભાજપે 223 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. જેમાં ભાજપે 104 સીટો પર જીત મેળવી હતી. બીજી તરફ કોંગ્રેસે 221 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને તેના 78 ઉમેદવારો જીત્યા હતા. જેડીએસે 200 ઉમેદવારો ઉભા રાખ્યા હતા. 18.36 ટકા મત મળ્યા હતા.
કર્ણાટક 1956 માં રાજ્ય બન્યું, તે પછી તે મૈસૂર તરીકે જાણીતું હતું. 1973માં તેનું નામ કર્ણાટક રાખવામાં આવ્યું. પ્રથમ એસેમ્બલી 1952 માં બનાવવામાં આવી હતી. 7મી વિધાનસભા 1983માં અસ્તિત્વમાં આવી. ત્યારબાદ ભાજપે રાજ્યની 110 બેઠકો પર તેના ઉમેદવારો ઉભા રાખ્યા અને 18 બેઠકો જીતી. 2004ની ચૂંટણી સુધી ભાજપે અહીં પગ જમાવ્યો હતો. ત્યારબાદ પાર્ટીએ 224માંથી 71 બેઠકો જીતી અને લોકસભામાં 18 બેઠકો જીતી.
બીજેપી નેતા એસ પ્રકાશે કહ્યું, 'કર્ણાટકના લોકો બીજેપીને પૂર્ણ બહુમત આપવા જઈ રહ્યા છે. લોકો ડબલ એન્જિનની સરકાર લાવવા માંગે છે. જેડીએસ નેતાઓ દિવાસ્વપ્ન જોઈ રહ્યા છે કે કર્ણાટકમાં તેમની સરકાર બનશે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામોને ધ્યાનમાં રાખીને હુબલીમાં મુખ્યપ્રધાન બસવરાજ બોમાઈના આવાસની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણી પરિણામનો પ્રથમ ટ્રેન્ડ બરાબર સવારે 8 વાગ્યે આવશે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023ના પરિણામો પહેલા કોંગ્રેસના સમર્થકોએ પાર્ટીની જીત માટે હવન કર્યો હતો. કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર બનાવે તેવી શક્યતા છે. તમામ એક્ઝિટ પોલના પરિણામો કોંગ્રેસની તરફેણમાં છે. જો કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર પણ જોવા મળી શકે છે.
Karnataka Election LIVE: કર્ણાટકમાં ત્રિશંકુ વિધાનસભાની અપેક્ષા છે જેમાં JDS કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે. આ અટકળો અંગે જેડીએસ ચીફ એચડી કુમારસ્વામીએ કહ્યું હતું કે, "આગામી 2-3 કલાક રાહ જુઓ. હજુ સુધી કોઈએ મારો સંપર્ક કર્યો નથી. એક્ઝિટ પોલ મુજબ, અમને 30-32 સીટો મળવાની છે પરંતુ આગામી 2 થી 32 સીટોની જરૂર છે." 3 કલાક રાહ જુઓ. મારી કોઈ માંગ નથી, મારી પાર્ટી નાની છે, હું કોઈ માંગ કેવી રીતે કરી શકું."
બ્રેકગ્રાઉન્ડ
Karnataka Assembly Election Results 2023 Live: કર્ણાટકમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોવા મળી રહ્યો છે. બીજી બાજુ, જેડી(એસ), જે રાજ્યમાં એકમાત્ર મુખ્ય પક્ષ છે, તે કિંગમેકર તરીકે ઉભરી શકે છે. આ રાજ્યમાં દર 5 વર્ષે સત્તા બદલવાની પરંપરા છે. આ જ કારણ હતું કે ભાજપની સત્તા જાળવી રાખવા માટે પીએમ મોદી, અમિત શાહ, જેપી નડ્ડાએ અહીં ઘણી રેલીઓ કરી. પીએમ મોદીએ લગભગ દોઢ ડઝન જાહેર સભાઓ કરી છે.
સાથે જ કોંગ્રેસ પણ પાછળ રહી નથી. કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને પાર્ટી અધ્યક્ષ ખડગેએ પ્રચારની કમાન સંભાળી હતી. અહીં રાજ્યના મુખ્યમંત્રી અને ભાજપના નેતા બસવરાજ બોમાઈ, કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર અને જેડી(એસ)ના એચડી કુમારસ્વામી સહિત અન્ય ઘણા મોટા નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -