જોકે હવે પીળી સાડીવાળી બાદ બ્લૂ ડ્રેસ પહેરેલ બેંક અધિકારીની તસવીર વાયરલ થઈ છે. જેનાથી બેન્ક અધિકારી યોગેશ્વરી ગોહિતે પરેશાન થઈ ગઈ છે. યોગેશ્વરીએ કહ્યું હતું કે ચૂંટણીના દિવસની તે તસવીરને લોકો કેમ આટલું મહત્વ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર આવી રહેલી ફ્રેન્ડ રિક્વેસ્ટથી યોગેશ્વરી પરેશાન થઈ ગઈ છે. આ કારણે તે પોતાના બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરવા વિશે વિચાર કરી રહી છે.
યોગેશ્વરી ગોહિતે કેનરા બેન્કમાં કામ કરે છે. રવિવારે છઠ્ઠા તબક્કાના મતદાન દરમિયાન તેને ભોપાલના ગોવિંદપુરામાં આઇટીઆઇ પોલિંગ બૂથ પર મતદાન અધિકારીની જવાબદારી મળી હતી. તે પોલિંગ બૂથ ઉપર પહોંચી ત્યારે ત્યાં હાજર રહેલા કેમેરામેનની નજર તેના ઉપર પડી હતી. તેની આ તસવીરો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ ગઈ હતી.
આ દરમિયાન પત્રકારોએ યોગેશ્વરી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે તેણે ડ્યૂટીનો હવાલો આપીને વાત કરવાથી ના પાડી દીધી હતી. આ પછી સોમવારે એક અખબાર સાથે વાત કરતા તેણે કહ્યું હતું કે લોકોનો તેના ફોટા પ્રત્યેના વલણને જોઈને તે આશ્ચર્યચકિત છે.
તેણે કહ્યું હતું કે હું જે રીતના પસંદ કરું છું તેવા જ કપડા પહેરું છું. મારી પાસે કોઈ ફેશન રોલ મોડલ નથી. કપડાથી કોઈ મહિલાની વ્યાખ્યા કરવી જોઈએ નહીં.