પટનાઃ બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુનામી એવી ચાલી કે 6 પાર્ટીઓના મહાગઠબંધન પણ હવામાં ઉડી ગયુ. એનડીએએ રાજ્યના 40 લોકસભા બેઠકોમાંથી 39 બેઠકો પર જીત હાંસલ કરીને ઇતિહાસ રચી દીધો. જોકે આમાં સૌથી મોટો ધક્કો રાજનીતિના દિગ્ગજ ગણાતા લાલુ પ્રસાદની પાર્ટીને લાગ્યો છે, લાલુની પાર્ટી આ સુનામીમાં પોતાની ખાતુ પણ ના ખોલાવી શકી.


બિહારમાં આરજેડી, કોંગ્રેસ, રાલોસપા, હમ, વીઆઇપી અને સીપીઆઇએમના ગઠબંધનને માત્ર એક જ બેઠક મળી, કિશનગંજ બેઠકથી સંતોષ માનવો પડ્યો.

ઉલ્લેખનીય છે કે, લાલુ પ્રસાદની પાર્ટી આરજેડીની સ્થાપના 1997માં સ્થાપના થઇ હતી, ત્યારબાદ ઇતિહાસમાં પહેલીવાર એવુ બન્યુ છે કે પાર્ટીએ લોકસભા ચૂંટણીમાં ખાતુ પણ નથી ખોલાવ્યુ.