મિલિંદ દેવરા મહારાષ્ટ્ર અને તેમાં પણ ખાસ કરીને મુંબઈમાં મોટું નામ ધરાવે છે. મુંબઈ કોંગ્રેસમાં દેવરા પરિવારનો હંમેશા દબદબો રહ્યો છે. પરંતુ આ વખતે તેમને મોદી લહેર નડી ગઈ. દક્ષિણ મુંબઈ બેઠક પરથી દેવરાનો શિવસેનાના અરવિંદ સાવંત સામે હારનો સામો કરવો પડ્યો છે.
મહત્વની વાત એ છે કે, મિલિંદ દેવરા માટે દેશના સૌથી જાણીતા અને ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પણ પ્રચાર કર્યો હતો. તેમ છતાંયે મિલિંદ દેવરા પોતાની બેઠક બચાવી શક્યા નહોતા.