નવી દિલ્હી: કિંગ્સ ઇલેવન પંજાબના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલે શનિવારે રૉયલ ચેલેન્જર્સના બોલરોની આકરી ધોલાઈ કરી હતી. ગેલે 64 બોલમાં અણનમ 99 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં ગેલે 10 ચોગ્ગા અને પાચ છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ ટી-20 ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.


ક્રિસ ગેલે ટી-20 ક્રિકેટમાં 100 વખત 50 થી વધુ રન બનાવનારો પ્રથમ ખેલાડી બની ગયો છે. જ્યારે બીજા નંબરે ઓસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર છે જેણે અત્યાર સુધી 73 વખત 50 થી વધુ રન બનાવ્યા છે. વિરાટ કોહલી (63 વખત) ત્રીજા નંબરે છે.
ક્રિસ ગેલના નામે ટી-20 ક્રિકેટમાં 21 સદી અને 79 અડધી સદી નોંધાયેલી છે. પંજાબ સામે ગેલે 99 રને અણનમ રહ્યો હતો. આઈપીએલના ઈતિહાસમાં સુરેશ રૈના બાદ ગેલ બીજો બેટ્સમેન છે જે 99 રન પર અણનમ રહ્યો હોય.




જો કે હાલમાં આઈપીએલમાં સૌથી વધુ 6 વખત સદી બનાવવાનો રેકોર્ડ પણ ક્રિસ ગેલના નામે જ છે.