મુંબઈઃ મુંબઈમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ ઉમેદવાર ઉર્મિલા માતોંડકરે ગુરુવારે એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે તેના આવાસ પર મુલાકાત કરી. ઉર્મિલા મુંબઈ-ઉત્તર લોકસભા સીટથી ચૂંટણી મેદાનમાં છે. તેણે હાલના રાજનીતિક પરિદ્રશ્ય વિશે તેમની સાથે અંદાજે અડધી કલાક સુધી વાતચીત કરી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વરિષ્ઠ મરાઠા નેતાના માર્ગદર્શનથી તેનો જીતનો રસ્તો સરળ થશે.



મુલાકાત બાદ ઉર્મિલાએ મરાઠીમાં ટ્વિટ કર્યું કે, ગુરુ તુલ્ય અને દિગ્ગજ હસ્તી શરદ પરાવ પાસેથી માર્ગદર્શન મેળવ્યા બાદ તેની યાત્રા જીત તરફ રહેશે. ઉર્મિલાની ટક્કર ભાજપના હાલના સાંસદ ગોપાલ શેટ્ટી સાથે થવાની છે. શેટ્ટીએ 2014ના લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના સંજય નિરૂપમને હરાવ્યા હતા.



મુંબઈની છ લોકસભા સીટ માટે 29 એપ્રિલના રોજ ચોથા તબક્કામાં મતદાન થશે. સીટોના તાલમેલ માટે થયેલ સમજૂતી અંતર્ગત કોંગ્રેસે મુંબઈની પાંચેય સીટ પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે, જ્યારે એનસીપી એક સીટ પર ચૂંટણી લડી રહી છે.