અમદાવાદ: ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. ગરમીના કારણે બપોરે રસ્તા સુમસાન જોવા મળી રહ્યા છે ત્યારે હવામાન વિભાગનાના જણાવ્યાં અનુસાર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ઉપરવારસમાં વિસ્તારમાં વેસ્ટન ડિસ્ટબન્સ તૈયાર થઈ રહ્યું છે. જેને લઈ આગામી 15મી એપ્રિલથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના વાતાવરણ પલટો જોવા મળી શકે છે.



આ દરમિયાન દરિયા તરફથી ફૂંકાતા પવનના કારણે વાતાવરણ વાદળછાયું બનતાં ઉત્તર ગુજરાતમાં છુટા છવાયા કમોસમી માવઠું થવાની શક્યતા જોવા મળી રહી છે.


ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો આંશિક રીતે ઉંચકાયો હતો. હવામાન વિભાગના મત્તે આગામી 72 કલાક સુધી ઉત્તર ગુજરાત ગરમીની ઝપટમાં રહેશે. ગરમીના કારણે લોકો પરેશાન જોવા મળી રહ્યા છે.