Lok Sabha Election Result 2024: લોકસભા ચૂંટણીના પરિણામોએ ભાજપના નેતૃત્વ હેઠળના NDA ગઠબંધનને ફટકો આપ્યો છે. આ ચૂંટણીના પરિણામો બાદ હવે બુધવારે દિલ્હીમાં NDAની બેઠક થશે. આ બેઠકમાં ભાજપે તેના તમામ સહયોગીઓને આમંત્રણ આપ્યું છે. પરંતુ હવે જો સૂત્રોનું માનીએ તો, ભાજપે પોતાના બે સહયોગી પક્ષોને આ બેઠકથી દૂર રાખ્યા છે અને તેમને બેઠક માટે આમંત્રણ આપ્યું નથી.


વાસ્તવમાં યુપીમાં ભાજપના ચાર મુખ્ય સાથી પક્ષો છે. આ ચૂંટણીમાં બે સાથી પક્ષોએ તેમની બેઠકો ગુમાવી છે. સુભાસપાને ઘોસી લોકસભા સીટ પર હારનો સામનો કરવો પડ્યો છે. આ સીટ પર સુભાસપાના અરવિંદ રાજભરને હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપે ગઠબંધન કરીને આ સીટ સુભાસપાને આપી હતી. જોકે, ભાજપે ગઠબંધન હેઠળ નિષાદ પાર્ટીને એક પણ બેઠક આપી નથી.


નિષાદ પાર્ટી વતી ભાજપે પ્રવીણ નિષાદને સંત કબીર નગરથી ઉમેદવાર બનાવ્યા હતા. પરંતુ પ્રવીણ નિષાદ પણ આ વખતે ચૂંટણી હારી ગયા છે. તેઓ અગાઉ પણ આ જ બેઠક પરથી સાંસદ હતા. આવી સ્થિતિમાં સુભાસપા અને નિષાદ પાર્ટી પાસે એક પણ સાંસદ ન હોવાથી તેમને એનડીએની બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું નથી. સૂત્રોનું માનીએ તો બુધવારે યોજાનારી એનડીએની બેઠકમાં ભાજપના સંજય નિષાદ અને ઓમ પ્રકાશ રાજભરને હજુ સુધી આમંત્રણ આપવામાં આવ્યું નથી.                                         


જો કે આ ચૂંટણીમાં આરએલડી તરફથી જયંત ચૌધરી અને અપના દળ એસ તરફથી અનુપ્રિયા પટેલને બેઠકમાં બોલાવવામાં આવ્યા છે. આ બંને પક્ષોના ઉમેદવારો આ ચૂંટણી જીત્યા છે અને તેથી સાંસદ બન્યા બાદ તેમને દિલ્હી ખાતે યોજાનારી મહત્વની બેઠકમાં બોલાવવામાં આવ્યા છે. યુપીમાં ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. રાજ્યમાં બીજેપી બીજી સૌથી મોટી પાર્ટી છે જ્યારે ત્રીજી સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ છે.