LokSabha Election 2024 LIVE: આવતીકાલે રાજ્યની તમામ 26 બેઠકો પર મતદાન, પ્રચાર પડઘમ શાંત, આજની રાત રાજકીય પક્ષો માટે મહત્વની

Lok Sabha Election 2024: આવતીકાલે 7મી મેએ ગુજરાતની તમામ 26 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન યોજાશે, આ લોકસભાની ચૂંટણી માટે ગઇકાલે સાંજથી પ્રચાર પડઘમ શાંત થઇ ચૂક્યા છે

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 06 May 2024 02:27 PM

બ્રેકગ્રાઉન્ડ

Lok Sabha Election 2024: આવતીકાલે 7મી મેએ ગુજરાતની તમામ 26 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન યોજાશે, આ લોકસભાની ચૂંટણી માટે ગઇકાલે સાંજથી પ્રચાર પડઘમ શાંત થઇ ચૂક્યા છે, આજે...More

અમિત જેઠવા હત્યા કેસમાં હાઇકોર્ટનો ચૂકાદો, દિનુ બોઘા સોલંકી સહિત તમામ આરોપીઓનો છૂટકારો

ભાજપ નેતા અને પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીને આજે મોટી રાહત મળી છે, આજે હાઇકોર્ટમાં થયેલી સુનાવણીમાં દિનુ બોઘા સોલંકીને અમિત જેઠવા હત્યાકાંડ કેસ મામલે મોટી રાહત મળી છે. આ કેસમાં પકડાયેલા દિનુ બોધા સોલંકી સહિત તમામ આરોપીઓનો છૂટકારો થયો છે. ખાસ વાત છે કે, સત્યની શોધમાં તપાસ એજન્સી, પ્રૉસિક્યૂશન નિષ્ફળ રહ્યાંનો આજે હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન મત નોંધાયો હતો. ખાસ વાત છે કે, વર્ષ 2010માં આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની અમદાવાદ હાઇકોર્ટ નજીક હત્યા થઇ હતી. ગુજરાત હાઈકોર્ટની સામે જ ગોળી મારીને હત્યા કરાઇ હતી, જે પછી હત્યામાં સંડોવાયેલા તમામ આરોપીએની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં ભાજપ નેતા દિનુ બોઘા સોલંકીની પણ ધરપકડ કરાઇ હતી. હાલમાં દિનુ બોઘા સોલંકી જામીન પર બહાર હતા.